SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ યથાશક્ય ત્યાગ અથવા પર્વતિથિઓ વગેરે અમુક દિવસોએ ત્યાગ તે સદાચાર કહેવાય. ચક્ષુરિન્દ્રિયાના વિષયમાં પરસ્ત્રીઓનું રુપ અગર તેમનાં અંગોપાંગ આસક્તિપૂર્વક જોવાં...ઉલ્કત વેશવાળી સ્ત્રીઓ તરફ કામુક-નજરે જોવું..સિનેમા અને ટી.વી.ના કામવાસનાના પ્રેરક દ્રશ્યોનું નિરીક્ષણ...આ બધો ચક્ષુરિન્દ્રિયનો અસદાચાર છે. તેવા દ્રશ્યોના કે સ્ત્રીઓનાં દર્શનાદિનો ત્યાગ તે ચક્ષુરિન્દ્રિયનો સદાચાર છે. ' શ્રોત્રેન્દ્રિયના વિષયમાં અસભ્ય-ગંદા ગીતોનું શ્રવણ, બીભસ્ત વાતોનું શ્રવણ, અન્ય જનોની નિંદાનું રસપૂર્વક શ્રવણ...વગેરે શ્રોત્રેન્દ્રિયનો અસદાચાર છે. અને તે પાપોનો ત્યાગ, અથવા આંશિક ત્યાગ તે શ્રોત્રેન્દ્રિયના વિષય અંગેનું નિયંત્રણ છે, સદાચાર છે. આ રીતે પાંચેય ઇન્દ્રિયોના કામ પુરુષાર્થમાં જુદા જુદા સદ્ધર્મો દ્વારા નિયંત્રણ ખૂબ જરૂરી છે. તો જ તે પુરુષાર્થો, વાસ્તવિક પુરુષાર્થ' બને. અન્યથા અનર્થરુપ બની જાય. ન મળેલું માનવ-જીવન એ ઇન્દ્રિયોના વિષયોને જ ભોગવીને માણી-મહાલી લેવા માટે મળ્યું નથી. સતત ઇન્દ્રિયોને મનગમતા વિષયોની ભેટ ધરતા રહેવાથી મન નિ:સત્ત્વ બને છે. આત્મા રાંકડો બને છે. પછી જ્યારે મન પસંદ પદાર્થો ભોગવવા-માણવા મળતા નથી ત્યારે જાણે જીવનની સર્વ મજા ખતમ થઇ ગઇ એવું લાગે છે. તુચ્છ અને શુદ્ર ટેવો-કુટેવોના પરિણામે મન માયકાંગલું બની જાય છે. મિત્રને ત્યાં જમવા ગયા હોય ત્યારે દૂધપાક-પૂરી મસ્ત જમણ મળ્યું હોય પણ ભાત જમાડતાં તેમાં ઘી પીરસવાનું ભુલાઈ જતા, બહાર નીકળ્યા બાદ મિત્રની ટીકા-ટીપ્પણ કરવાનું જ સૂઝે છે. ફ્રીઝનાં ઠંડા પાણી સિવાય ભાઇસાહેબની તરસ ના છીપે, ઉનાળામાં આઇસ્ક્રીમ-બરફવાળાં લીંબુ-શરબત વગર મજા ન આવે, ચાહમાં જો “મસાલો' ન નાંખ્યો હોય તો મન બેચેન બની જાય, જમતીવખતે છેલ્લે ભાત સાથે પાપડ તો જોઇએ જ, એરકન્ડીશનર ચાલુ ન હોય તો ઊંઘ ના આવે, રાત્રે સૂતા પહેલા ગ્લાસ ભરીને દૂધ પીવા તો જોઇએ જ, આ અને આવા અનેક કુસંસ્કારો અને કુટેવો માનવને નિર્માલ્ય અને નિ:સત્ત્વ બનાવી મૂકે છે.
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy