SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વળી, ધન ન મળવાથી કુટુમ્બમાં તે વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ થાય. કુટુમ્બીજનોમાં સતત અસંતોષ રહે. તેથી કલહ-કંકાસ થાય. તેઓને ધર્મ પ્રત્યે નફરતઅણગમો થાય. ઘરમાં અશાંત વાતાવરણમાં તે આત્માનું પણ ચિત્ત ધર્મધ્યાનમાં સ્થિર ન રહે. ધનોપાર્જન પ્રવૃત્તિનો પૂરો ત્યાગ કરવાથી અનેક પ્રકારના અનર્થોની ઉત્પત્તિ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે તે દ્રષ્ટિએ પણ ન્યાયનીતિપૂર્વક અર્થોપાર્જનનું સેવન સંસારી-માણસે કરવું જોઇએ...તેમ કરવાથી સરવાળે પોતાની અને કુટુમ્બીજનોની ધર્મપ્રવૃત્તિને વેગ મળે છે. કુટુમ્બને જરૂરિયાત પૂરતું ધન મળી જતું હોય તો ઘરમાં પણ પ્રસન્ન ચિત્તે ધર્મસેવન કરી શકે છે. આ દૃષ્ટિએ પણ અર્થપુરુષાર્થની સરિયામ ઉપેક્ષા ન જ કરી શકાય. ધર્મ મુખ્ય અને અર્થ અને કામ ગૌણ. અર્થ અને કામમાં, અર્થ મુખ્ય અને કામ ગૌણ. આ રીતે જીવન જીવનારો આત્મા સ્વસ્થ અને પ્રસન્ન રહીને, ધર્મપુરુષાર્થને સારી રીતે સેવીને મોક્ષપુરુષાર્થને પામવા આગેકદમ ભરી શકે છે. ધર્મને સંપૂર્ણતઃ આગળ કરીને જેમ અર્થપુરુષાર્થની સાવ ઉપેક્ષા ન કરાય, તેમ કામપુરુષાર્થની પણ સરિયામ ઉપેક્ષા ન થાય. આનો અર્થ કામસેવનનો શાસ્ત્રો ઉપદેશ આપે છે.” એવો નથી કરવાનો પરંતુ જે આત્મા સંસારનો ત્યાગ કરીને સાધુ નથી થયો. (હા..જેનામાં સંપૂર્ણ બ્રહ્મચર્ય-પાલનની શક્તિ છે તેણે તો સાધુ થવું જોઇએ એ સૌ પ્રથમ વાત છે.) પણ સ્ત્રી-પુત્ર પરિવાર ઇત્યાદિ જંજાળ લઇને બેઠો છે, તેણે તે લોકોનાં સુખ-સગવડ વગેરેનો વિચાર પણ કરવો જોઇએ. સદ્ગુરુના સદુપદેશથી બ્રહ્મચર્ય-પાલનની ઇચ્છા પતિને થાય ત્યારે તેણે પત્નીની સંમતિ લીધા વગર વ્રતનું ઉચ્ચારણ ન કરી લેવાય. તેમ કરવાથી, પત્નીની હજી તેવી માનસિક ભૂમિકા તૈયાર ન થઈ હોય અને પતિએ બ્રહ્મચર્ય સ્વીકારી લીધું હોય તો પત્નીના જીવનમાં અન્ય રીતે અસદાચારાદિની સંભાવના ઉત્પન્ન થાય છે. અને તેના દોષનો ભાગીદાર પતિ પણ બને છે. (આ જ વાત પતિના સ્થાને પત્ની માટે અને પત્નીના સ્થાને પતિ માટે પણ સમજી લેવી.) અને આમ થતાં ૨૯૭
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy