________________
અને જો અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ જે કામસેવન અંગેની કોઇ બાબત આવી જાય. તેમ હોય તો તે અર્થ-પ્રવૃત્તિને છોડીને કામપ્રવૃત્તિમાં પ્રવૃત્ત બની જાય. આમ, વિચારતાં આવા માણસોનું જીવન કામપ્રધાન અને અર્થપ્રધાન હોય છે. ધર્મના ભોગે તેઓ અર્થ-પ્રવૃત્તિ અને કામ-પ્રવૃત્તિ સેવે છે તથા ધર્મ અને અર્થના ભોગે તેઓ કામ-પ્રવૃત્તિને સેવતા રહે છે.
આમ, જીવનમાં ધર્મ, અર્થ અને કામ ત્રણેયનું જ્યારે એકી સાથે સેવન કરવાનો અવસર આવે ત્યારે તેઓ ધર્મને બાધા (હાનિ) પહોંચાડીને અર્થ અને કામ સેવે. અને ધર્મ તથા અર્થ-પ્રવૃત્તિને બાધા પહોંચાડીને તે કામ સેવે છે.
ઉપર્યુક્ત બાબત અસગૃહ માટેની સમજવી.
જે અર્થ અને કામને અત્યંત ઉપાદેય (મેળવવા યોગ્ય) માને છે તે અસગૃહસ્થ (દુર્જન) છે.
જે અર્થ અને કામને કદાચ ઉપાદેય માને. પણ અત્યંતઉપાદેય ન માને. અને તેથી જ ધર્મને બાધિત કરીને અર્થ-કામ ન સેવે. એ જ રીતે અર્થને બાધિત કરીને કામ ન સેવે તે સદ્ગૃહસ્થ (સજ્જન) છે.
જે અર્થ અને કામને ઉપાદેય માને જ નહિ. પરંતુ સંપૂર્ણ રીતે ત્યાજ્ય જ માને. આમ છતાં સંસારમાં બેઠો છે, તેથી જેને અર્થ-અને કામ સેવવા પડે... તેથી સેવે. તેય ધર્મને અબાધિત રાખીને જ...તે સમ્યગ્દષ્ટિ-જેને.
જે આત્મા સગૃહસ્થ (માર્ગાનુસારી) કક્ષાનો છે, તે આત્મા ધર્મ અને અર્થ બેય પ્રવૃત્તિઓ એક સાથે આવી પડે ત્યારે ધર્મનો ભોગ આપીને અર્થ-પ્રવૃત્તિ ન કરે પરંતુ અર્થ-પ્રવૃત્તિને દૂર હડસેલીને ધર્મ-પ્રવૃત્તિ આચરે. અર્થ-પ્રધાન તે ન બને. પણ ધર્મ-પ્રધાન જ બને. એ જ રીતે અર્થ અને કામ બેઉ પ્રવૃત્તિ સાથે આવી પડે ત્યારે અર્થનો ભોગ આપીને કામસેવનની પ્રવૃત્તિને તે ન આચરે પરંતુ કામની પ્રવૃત્તિને દૂર રાખીને તે અર્થ-ઉપાર્જનની પ્રવૃત્તિ આચરે.
આમ, સદગૃહસ્થના જીવનમાં કામ-સેવનને ખૂબ ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. કામ ભોગ કરતાં અર્થપ્રવૃત્તિને મુખ્યતા આપવી. અને જ્યારે ધર્મનો અવસર આવી પડે ત્યારે અર્થ અને કામ બન્નેની ગૌણતા કરવી.
જે માર્ગાનુસારી સગૃહસ્થ છે, અને સમ્યગ્દષ્ટિ આત્માની જેમ અર્થ