________________
અને સુંદરીઓનો તે જબરો આશિક હતો.
ભારતની ધરતી ઉપર તેણે જ્યારે જ્યારે આક્રમણો કર્યા ત્યારે ત્યારે મબલખ સંપત્તિ તે ઉઠાવી ગયો હતો. અને અનેક લાવણ્યવતી લલનાઓને પણ હરી ગયો હતો.
માત્ર એક જ રાતમાં કંઇ કેટલાંય નજાકત સ્ત્રી-કુસુમો તેના હાથે ચિમળાઇને, ચોળાઇને આંખમાં આંસુડાં સારતા આવનારા મોત ભણી ધકેલાઇ રહ્યાં હતાં.
પરંતુ મોટા મોટા માંધાતાઓને પણ ધૂળ ચાટતા કરી નાંખવાની અપ્રતિમ શક્તિનો સ્વામી આ જગતમાં એક તો છે જ, અને તે છે કાળપુરુષ.
કાળપુરુષનો હંટર વિંઝાય છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં અબજોપતિની સ્મશાનયાત્રા નીકળે છે. ભારતની ધરતીની સામાજ્ઞી પણ સનનનન છૂટતી ગોળીઓ દ્વારા વીંધાઇને લોકોની માત્ર સ્મૃતિ જ બની રહી છે.
મહંમદ ગઝની પણ ઘરડો થયો. માંદો પડયો અને મૃત્યુશય્યાએ પડયો. આવનારા મોતની ભીષણ કલ્પના એના અંગે અંગમાં ધ્રુજારો કરાવી મૂક્તી હતી. પોતાની પાસે રહેલી હજારો મણ જેટલી સોના-ચાંદીની પાટો એને યાદ આવતી હતી.
અહાહા! કેટલું અઢળક સોનું ! કેટલી બધી ચાંદી ! કેટલા બધા મણ હીરા ! અરે અરે ! આ સેંકડો રુપ-રુપના અંબાર સમી રૂપસુંદરીઓ !
મરી જતાની સાથે આ તમામ રુપ-વૈભવનો થનારો વિયોગ એના અંતરને અકળાવી મૂકતો હતો.
“શું ? ખરેખર આ બધું છોડીને મારે ચાલ્યા જવું પડશે ? કોઇ ઉપાય નથી આ મોતથી બચવાનો ?'' સતત આ વિચારમાં ને વિચારમાં બીચારો મહંમદ પાગલ થઇ ગયો.
એક સરખા લવારા કરતો રહ્યો. પોતાની તમામ સંપત્તિનો તેણે એક ખુલ્લા મેદાનમાં ખડકલો કરાવ્યો. બીજી બાજુએ તમામ રૂપસુંદરીઓને ઊભી રખાવી.
૨૯૩