________________
જ્યાં અનંત છે, તેનું નામ મોક્ષ, મોક્ષપુરુષાર્થ.
આવા મોક્ષ-પુરુષાર્થને અર્થાત્ મોક્ષરૂપી અંતિમ પ્રયોજનને મેળવી આપવામાં જે અનન્ય સાધન છે અને જ્યાં સુધી તેવો મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારમાં સઘળાંય પ્રકારનાં સુખો જેનાથી મળ્યા જ કરે છે તેનું નામ ધર્મ, ધર્મપુરુષાર્થ.
આમ, મોક્ષ એ સાધ્યરુપ પુરુષાર્થ છે. અર્થાત્ સાધકે સર્વ ધર્મ સાધનાઓને અંતે સાધવા યોગ્ય મોક્ષ જ છે.
અને ધર્મ એ સાધનરૂપ પુરુષાર્થ છે અર્થાત્ મોક્ષરૂપી સાધ્યને મેળવી આપનાર કારણરુપ પુરુષાર્થ છે.
પરંતુ જે આત્મા કર્મના સંસર્ગોથી હજી સંપૂર્ણ મુક્ત બન્યો નથી અને તેથી જ જેની સંસારયાત્રા હજી સમાપ્ત થઇ નથી તે આત્મા અર્થ અને કામ સાથેના સંબંધોથી ઓછા વધતા અંશે પણ જોડાયેલો જ રહે છે...
આ દૃષ્ટિએ વ્યવહારિક દૃષ્ટિકોણથી અર્થ અને કામને પણ જગતના જીવોએ કર્તવ્યની કોટિમાં મૂક્યા છે તે નયને સ્વીકારીને, અર્થ અને કામને પણ પુરુષાર્થ રુપ ગણવામાં આવ્યાં છે.
જેના દ્વારા સંસારમાં રહેલા માણસના પ્રાયઃ સઘળાં કાર્યો સિદ્ધ થાય તેનું નામ કામ, કામ-પુરુષાર્થ.
તત્વજ્ઞ-પુરુષો ધર્મ અને મોક્ષને જ વાસ્તવિક પુરુષાર્થો કહે છે. અર્થ ને કામ એ કાંઇ હકીકતમાં મેળવવા જેવા પદાર્થો નથી જ. આમ છતાં સંસારમાં રહેલો આત્મા અર્થ અને કામને મેળવ્યા વગર રહેવાનો જ નથી. તો એને કઈ રીતે મેળવે ? જેનાથી ધર્મ-પુરુષાર્થ સાથે અર્થ અને કામ પુરુષાર્થને વિરોધ ના આવે, તે સમજાવવા માટે જ ત્રિવર્ગમાં અબાધા' નામનો આ ગુણ છે.
મોક્ષ-પુરુષાર્થ અને ધર્મ-પુરુષાર્થ એ બે ઉપાદેય (મેળવવા યોગ્ય) પુરુષાર્થ છે. અને અર્થ-પુરુષાર્થ તથા કામ-પુરુષાર્થ ત્યાજ્ય (તજવા જેવા) પુરુષાર્થ છે.
પરંતુ આ વાત ખૂબ ઉત્તમ કક્ષાના (સાધુ-સાધ્વીજી જેવા સંતોની કક્ષાના) આત્માઓ માટે જ સંપૂર્ણતઃ શક્ય હોય છે. એમનાથી ઊતરતી કક્ષાના આત્માઓ માટે સંપૂર્ણ ધનત્યાગી કે સંપૂર્ણ કામત્યાગી બની જવું તે અસંભવિત પ્રાયઃ છે. તેવી જ તેવા આત્માઓ જીવનમાં અમુક અંશે અર્થ અને કામ ઉપાદેય પણ ગણાયા