________________
નિત્ય ધર્મના શ્રવણથી સુદેવ-સુગુરુ અને સુધર્મ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો જાગે છે અને હોય તો નિરંતર સુદઢ બને છે. સમ્યગજ્ઞાન મળે છે અને સમ્યક્ઝારિત્ર પ્રત્યે અનુરાગ જાગે છે. વિષયોની વાસના પ્રત્યે વૈરાગ્ય જાગે છે અને કષાયોનો ત્યાગ કરવાનું પ્રેરક બળ પ્રાપ્ત થાય છે.
“આ અનાદિ સંસારમાં મારું સૌથી વધુ ભૂંડું જો કોઇએ કર્યું હોય તો તે મારા જ વિષયો અને કષાયોએ કર્યું છે. બીજા કોઇએ નહિ. આ વિચાર સતત દૃઢ થતાં અન્ય જીવો પ્રત્યે અક્રોધ-ભાવ જન્મે છે. સહુ જીવોનું આત્મસ્વરુપ પોતાના જેવું જ હોવાનું ભાન થતાં સર્વજીવમૈત્રી જાગૃત થાય છે. આપણા ઉપર જેમનો અપરિસીમ ઉપકાર છે. તેવા પરમ હિતવત્સલ પરમાત્મા પ્રત્યે અપાર ભક્તિભાવ પેદા થાય છે. અત્યાર સુધી આત્મામાં જામેલી વિષય-કષાયની મેલાશને સાફ કરીને પવિત્ર થવાનો-આત્મશુદ્ધિ કરવાનો ભાવ વિલસિત થાય છે.
વ્રત-પચ્ચખાણ અને ધર્માનુષ્ઠાનો કરવાનો ભાવ જાગે છે અને તેનું અમલીકરણ પણ શક્ય થાય છે. પાપ-સંસ્કારો પ્રજ્જવળે છે અને ધર્મ-સંસ્કારો ઉજ્જવળે છે. ચિત્તમાં શાંતિ, જીવનમાં શાંતિ અને કુટુમ્બમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે. નિરંતર જેણે ધર્મવાણી સાંભળી હશે તેવા જીવોને રાગાદિ ભાવોની મંદતા પ્રાપ્ત થતા મૃત્યુ સમયે સમાધિ મળે છે. આવી સમાધિ જન્માંતરોમાં સદ્ગતિઓની દેન કરે છે...અને સદ્ગતિઓમાં પુનઃ પુનઃ ધર્મપ્રાપ્તિ થતાં અંતે મુક્તિની પ્રાપ્તિ પણ સુકર બની જાય છે....
જીવનની શાંતિથી માંડીને ઠેઠ મુક્તિની પ્રાપ્તિ સુધી પહોંચાડનાર ધર્મવાણીનું શ્રવણ એ કેટલું હિતદાયી અને કલ્યાણપ્રદાયી છે તે હવે તો સમજાય છે ને ?
પ્રશ્ન : જે આપણે જાણેલું હોય એવું જ તત્ત્વ જો વ્યાખ્યાનોમાં સાંભળવા મળતું હોય તો તેવાં વ્યાખ્યાનો સાંભળવાથી શો લાભ ?
ઉત્તર : જો તમે કદાચ ધર્મતત્ત્વના જાણકાર હો...તત્ત્વજ્ઞાનના અભ્યાસી હો...તો પણ તમારે ધર્મવાણીનું શ્રવણ કરવું જરૂરી છે. ' એનું કારણ એ છે કે જીવ અનાદિકાળથી મોહાદિ વાસનાઓથી ગ્રસ્ત
છે.. અને આથી જ સંસારમાં રહેલા જીવને, ચોવીસ કલાક દરમ્યાન એવા અનેક પ્રસંગો અને ઘટનાઓના સંપર્કમાં આવવાનું અને તે સંભવિત છે. અને તે પ્રસંગોમાં