________________
અનાદિ-કાળથી આ ભવચક્રમાં પરિભ્રમણ કરતાં આપણા જીવાત્માને અનંતા ભવોમાં તો કન્દ્રિય પ્રાપ્ત જ થઇ નથી.
આપણો જીવ એકેન્દ્રિય બન્યો. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય બન્યો...આ પ્રત્યેક જાતિઓમાં તેણે અનંતાનંત ભવ કર્યા. ત્યાર બાદ મહાપુણ્યના ઉદયે પંચેન્દ્રિયપણું પામ્યો. તેમાંય કૂતરાં, બિલાડાં, હાથી, સિંહ, ગાય, ઘોડા અને ગધેડાં વગેરે જાનવરોની જાતિમાં અનેક જન્મ તે પામ્યો. તેથી પાંચ ઇન્દ્રિયો મળવા છતાં તેના પાંચ ઇન્દ્રિયોના નામ આ પ્રમાણે છે : (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી) (૨) રસનેન્દ્રિય (જીભ) (૩) ધ્રાણેન્દ્રિય (નાક) (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ) અને (૫) શ્રોત્રેન્દ્રિય (કાન). વાસ્તવિક લાભને તે પામી શક્યો નહિ. ગાય, ઘોડા અને હાથી વગેરે જાનવરોને મળેલી ઇન્દ્રિયોનો શુભ ઉપયોગ (સદુપયોગ) શો અને શી રીતે કરી શકે ?
માત્ર ચામડી જ ધરાવનારા જીવો “એકેન્દ્રિય કહેવાય. ચામડી અને જીભ-બે ઇન્દ્રિય ધરાવનારા જીવો બેઇન્દ્રિય” કહેવાય. ચામડી, જીભ અને નાકએમ ત્રણ ઇન્દ્રિયો ધરાવનારા જીવો “તેઇન્દ્રિય' કહેવાય. ચામડી, જીભ, નાક અને આંખ-એમ ચાર ઇન્દ્રિયો ધરાવનારા જીવો “ચઉરિન્દ્રિય' કહેવાય. અને ઉપરોક્ત પાંચેય ઇન્દ્રિયો ધરાવનારા જીવો “પંચેન્દ્રિય' કહેવાય.
મહા-પુણ્યનો ઉદય જાગ્યા પછી આપણને આ માનવ-ભવમાં પાંચેય ઇન્દ્રિયો અને તેને સફળ કરવાના વાસ્તવિક સાનુકૂળ સંયોગો પણ પ્રાપ્ત થયા છે. હવે જો આપણે આળશ કરી...પ્રમાદ રૂપી શત્રુને આપણા જીવનમાં સ્થાન આપ્યું, વિષયો અને વિલાસને માણવા માટે જ એ ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો તો કર્મસત્તા જન્મ-જન્માંતરો સુધી આપણને તે તે ઇન્દ્રિયોનો વિયોગ કરાવશે.
કન્દ્રિય (જેનું બીજું નામ “શ્રોત્રેન્દ્રિય પણ છે) નો દુરુપયોગ છે : વિકારો અને વાસના થી ભરેલાં ગંદા ગીતોનું અને ગંદી વાતોનું શ્રવણ કરવું. પારકાઓની નિન્દા અને વિકથાને કાન દ્વારા સાંભળવી...આત્મપ્રશસાને સાંભળવી..ટૂંકમાં જેના દ્વારા આત્માનું અહિત અને અધઃ પતન થાય તેવી વાતો સાંભળવી....
કન્દ્રિય (કાન)નો સદુપયોગ છેઃ પરમાત્મા-ભક્તિનાં ગીતો અને ગુરુગુણ વર્ણવતાં ગીતો તથા તેવી વાતો સાંભળવી...જેના દ્વારા આત્માનું સતત અને