________________
કરીને માનતી નથી અને રામનું રટણ છોડતી નથી.
“તેને રીઝવવા માટે મેં ભરપૂર કોશિશો કરી. પરંતુ હું નિષ્ફળ રહ્યો છું. વળી...મારે પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી પરસ્ત્રી મને ઇચ્છે નહિ ત્યાં સુધી તેની સાથે કોઇ પાપ મારે કરવું નહિ. હું પ્રતિજ્ઞાને તોડવા અત્યંત અસમર્થ છું, તેમજ સીતાને છોડવા પણ અત્યંત લાચાર છું. હવે તું જ કહે: હું શું કરું ?'' કુંભકર્ણની સલાહ : - ત્યારે કુંભકર્ણ રાવણને કહે છે: “મોટાભાઇ ! હું આજે આપને એક સરસ વાત કહેવા આવ્યો છું...“સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ.” એની જેમ સીતાને ખબર પણ ના પડે અને આપને સીતાનું દેહ-સુખ મળી પણ જાય એવો એ રસ્તો છે.”
રાવણ એકદમ સફાળો બેઠો થઈ જાય છે અને કહે છે: “કુંભકર્ણ ! કુંભકર્ણ ! જલદી કહે, જલદી કહે. એવો કયો ઉપાય છે ?...હા...જો મને સીતાનું શરીર-સુખ મળી જતું હોય તો પછી તે પટ્ટરાણી ના બને તોય વાંધો નહિ. પણ તું મને તે ઉપાય જલદી બતાવ...”
ત્યારે કુંભકર્ણ કહે છે : “ભાઈ ! આપની પાસે તો હજારો વિદ્યાઓ છે. તેમાં રૂપ-પરાવર્તિની નામની વિદ્યા પણ છે. તેથી તે વિદ્યા દ્વારા આપ ધારો તેવું અને ધારો તેનું રુપ બનાવી શકો છો. તો પછી રામનું જ અસલ રૂપ ધારણ કરી લઇને આપ આબેહૂબ રામ બની જાઓ. સીતા પાસે પહોંચી જાઓ. અને આપ આપનું કામ પતાવી લો...સીતાને શી ખબર પડવાની છે કે તમે “રામ” નથી પણ રાવણ છો ?” રામનાં દર્શનથી જ કામનું ઉપશમન :
કુંભકર્ણની સલાહને સાંભળતાં જ રાવણ ઠંડાગાર બની ગયો...એણે નિઃસાસો નાંખતા કહ્યું “અલ્યા કુંભકર્ણ ! તું તારા ભાઇને શું મૂર્ખ સમજે છે ? શું મેં તે ઉપાય નહિ અજમાવ્યો હોય ?”
પણ તો પછી શું થયું ? આપને આપના કાર્યમાં સિદ્ધિ ન મળી ? શું સીતાજીએ આપને ઓળખી લીધા કે શું આપ આબેહૂબ રામ બની ન શક્યા ?” કુંભક એકીશ્વાસે પ્રશ્નો છોડ્યા.
રર૧