________________
ઉચિત-વેશ એટલે ?
“ઉચિત-વેશ' શબ્દમાં રહેલા “ઉચિત' શબ્દનો અર્થ બહુ વ્યાપક છે. અમુક વેશ અમુક વ્યક્તિઓ માટે અથવા અમુક સમયને માટે ઉચિત હોય, પરંતુ તે જ વેશ સહુ કોઇને માટે, સર્વ સમયે ઉચિત ન પણ હોય એવું બને.
• ઉચિત વેશ એટલે શરીરને શોભે તેવો વેશ. • ઉચિત વેશ એટલે શરીરને અનુરુપ વેશ. • ઉચિત વેશ એટલે સમયને યોગ્ય વેશ. • ઉચિત વેશ એટલે માન-મોભાને યોગ્ય વેશ. • ઉચિત વેશ એટલે પોતાની શક્તિ મુજબનો વેશ. • ઉચિત વેશ એટલે સ્થળને અનુરુપ વેશ. આ રીતે ‘ઉચિત” શબ્દના ઘણા અર્થ ઘટી શકે.
શરીર સુકલકડી હોય અને વધારે પહોળાં-ખુલતાં કપડાં પહેરવામાં આવે તો તે પહેરનારને કોથળા જેવા લાગે. વળી, લોકો મજાક પણ કરે. આથી શરીરને શોભે તેવાં કપડાં પહેરવાં.
શરીરે ગડ-ગૂમડ થયાં હોય અને જાડાં કપડાં પહેરવામાં આવે તો ગડગૂમડ છોલાય. તાવ આવ્યો હોય અને ઝીણાં કપડાં પહેરવામાં આવે તો ટાઢથી ઠુંઠવાઈ જવાય.
શરીર ભરાવદાર હોય અને ટૂંકા, ચસોચસ કપડાં પહેરવામાં આવે તો શરીર ખેંચાય. બેસતા-ઊઠતાં તકલીફ થાય. આથી શરીરને અનુરુપ વેશ પહેરવો જોઇએ.
વળી, સમયને યોગ્ય વેશ પણ પહેરવો જોઇએ. લગ્નનો પ્રસંગ હોય ત્યારે સારાં કપડાં પહેરાય પરંતુ સાદડી કે બેસણાંનો પ્રસંગ હોય ત્યારે ભભકાદાર વસ્ત્ર નો પહેરાય, ત્યારે તો સફેદ વસ્ત્ર જ પહેરાય.
પોતાના માન અને મોભાને યોગ્ય વેશ પહેરાય. સારા અર્થાતુ પોતાની મર્યાદાને અનુકૂળ વસ્ત્રપરિધાન કરવાથી મનમાં સદાચાર વગેરેની શુભ-ભાવનાઓ જાગૃત થવાની શક્યતા વધી જાય છે. વસ્ત્રોની સાથે મનના શુભ કે અશુભ
૨૧૫