________________
આથી માણસે પોતાના જીવનમાં કેટલીક વાતોનો નિશ્ચિતપણે નિર્ણય કરી લેવો જોઇએ...જેમકે...
• કોઇ પણ ખર્ચ કરતાં પહેલાં પૂરેપૂરો વિચા૨ ક૨વો. આંધળી ખરીદી અને ખર્ચ કદી ન કરવો.
સ્વાર્થનાં કામોમાં હંમેશાં કકસર કરવી.
પરમાર્થનાં કાર્યોમાં શક્તિ મુજબ ઉદાર બનવું.
નકામાં વ્યસનોનો ત્યાગ કરવો અથવા તેવા ત્યાગ માટે સતત પ્રયત્નશીલ બનવું.
ફેશનનાં ફંદામાં ફસાવું નહિ.
•
• દેવાદાર કદી ન બનવું કેમકે દેવાદાર બનવું એટલે દુઃખને આમંત્રણ દેવું. ઓછી કમાણી હોય તો તો ખાસ વિચારવું કે અમારી આ ચીજો અને વસ્તુઓ દેવાદાર બનીને તો નથી આવતી ને ?
ટાપટીપ અને નકામી વિલાસી ચીજો ઘરમાં કદાપિ ન લાવવી.
વ્યસનો અને ફેશનની ગુલામી છોડો :
ફેશનના કારણે પણ આજે ઘણા માણસો પૈસાનો ભારે દુર્વ્યય કરતા હોય છે. જૂના જમાનાના ઘણા લોકો કપડાં-લત્તાં વગેરેમાં પણ ભારે ક૨કસર કરતા હતા. અવસરે થીંગડાંવાળાં કપડાં પણ તેઓ પહેરતા. હા...સ્વચ્છતાની બાબત તેઓ ચોકસાઇ રાખતાં...જો કે બધાએ કાંઇ થીંગડાંવાળાં કપડાં પહેરવાં તે જરુરી નથી. પરંતુ ફેશનના મોહમાં તણાઇ નકામા ખર્ચાઓ કરવા તે જાતે બરબાદી નોતરવા બરોબર છે.
આજે તો સામાન્ય આવકવાળા લોકોમાં પણ અત્યંત ભડકામણાં કપડાંઓની ભરમાર જોવા મળે છે. મિની, મેકસી, સલવાર-દુપટ્ટા, બેલ બોટમ-જિન્સ વગેરેના મોહના કારણે પૈસાનો તો દુર્વ્યય ક૨વામાં આવે છે પરંતુ સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ ભડકામણાં કપડાંઓનાં પરિધાન દ્વારા પોતાના શીલની બરબાદીને જાતે નિમંત્રણ આપે છે.
ફેશનની મોટી મુશ્કેલી એ છે કે તે કદી સ્થિર નથી હોતી...ગઇકાલ
૨૦૬