________________
“પૈસો છે તો બધું છે..પૈસાથી જ દુનિયામાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. કહ્યું છે ને કે, સર્વે ગુIઃ વાવનાશ્રયન્ત’ આ પ્રકારની માન્યતા ગાઢ મિથ્યાત્વીની હોય, સાચા સજ્જનની નહિ.
જ્ઞાની પુરુષો તો ત્યાં સુધી કહે છે કે પ્રામાણિકતાથી મળેલ પૈસાને પણ તમે યોગ્ય-માર્ગે જ ખર્ચો. નીતિથી મેળવેલું ધન પણ ગમે તે રીતે અને ગમે તે માર્ગે ન જ ખર્ચાય. આથી જ તો “માર્ગાનુસારિતાના ગુણોમાં ન્યાયસંપન્નવિભવ' ને જેમ સ્થાન આપવામાં આવ્યું છે તે જ રીતે “આયોચિત-વ્યય' નામના ગુણને પણ ખૂબ મહત્ત્વનો ગણીને સ્થાન અપાયું છે. જો તેમ ન હોય તો ઉચિત-વ્યયને સ્વતંત્ર ગુણ ગણાવીને તેને પાંત્રીશ ગુણો” માં મહત્ત્વ અપાયું ન હોત. ઉચિત એટલે યોગ્ય અને જરૂરી :
જીવન-વ્યવહારમાં તમે, જ્યારે જ્યારે અને જે જે ખર્ચ કરો ત્યારે ત્યારે તમારા અંતરને મનોમન પૂછતા રહો કે આ હું જે ખર્ચ કરું છું તે ખરેખર ઉચિત છે ? ઉચિતના બે અર્થ (૧) યોગ્ય અને (૨) જરુરી.
જે બાબત અંગે ખર્ચ કરો તે પહેલાં તો યોગ્ય છે ? અને બીજું તે જરૂરી છે ? આ બંને પ્રશ્નોનો જવાબ મનોમન મેળવો.
પ્રશ્ન : યોગ્ય હોય છતાં તે જરૂરી ન પણ હોય એવું બને ખરું? યોગ્ય હોય તે જરૂરી હોય જ ને ?
ઉત્તર : ના, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમુક બાબત અંગે ખર્ચ કરવો યોગ્ય હોય પણ જરૂરી ના પણ હોય.
દા. ત. શ્રીમંત માણસને પોતાની દીકરીના લગ્ન પ્રસંગે મહેમાન-આમંત્રિતો માટે જમણ રાખવું યોગ્ય જરુર હોય...અને તેથી તે જમણવાર રાખે તેને અયોગ્ય ન કહેવાય. પરંતુ એક ડીશ' સિત્તેર-સિત્તેર રૂપિયાની હોય...એક દિવસના જમણવારની પાછળ તે શ્રીમંત એક લાખ રૂપિયાનો ખર્ચ કરી નાંખે તો તે જરા પણ જરુરી” ના ગણાય.
'દીકરા કે દીકરીના લગ્નમાં જમણવાર રાખવો તે યોગ્ય, પરંતુ એક જમણવારમાં લાખ રૂપિયા ખર્ચી નાખવા તે બિનજરૂરી.