________________
એક પ્રસંગ ક્યાંક વાંચેલો :
એક યુવાન જુગારના અડ્ડા પાસેથી ઘણીવાર પસાર થતો. તેને ઘણીવાર જુગાર રમવાનું મન થતું પણ તે કુળની ખાનદાની અને શરમથી ૨મતો નહિ. એક દિવસ બીજા જુગારીઓએ તેને રમવા માટે અતિ આગ્રહ કર્યો. તેનું મન લલચાઇ ગયું ‘‘એક દિવસ રમી લેવામાં શું થઇ જવાનું છે ?''
અને તે લલચાયો. જુગાર રમવા બેઠો. પેલા જૂઠ્ઠા મિત્રોએ તેને પીવા દારુ મંગાવ્યો. પણ તેણે ન પીધો. જુગાર રમવાનું શરુ થયું.
માત્ર પંદર મિનિટમાં તે રુપિયા બે હજાર કમાઇ ગયો. પેલા મિત્રોએ જુગાર રમવાનું બંધ કર્યું. બે હજાર રુપિયા લઇને પેલો બહાર નીકળ્યો. તેના મનમાં પ્રસન્નતાનો પાર નથી : “આટલા બધા રુપિયા ! આખો મહિનો નોકરી કરીને પણ ન મળે એટલા રુપિયા માત્ર પંદ૨ મિનિટમાં મળ્યા !''
એણે વિચાર્યું રોજ અહીં આવવું અને જુગાર રમવો. હકીકતમાં આ સાચી જીત નહોતી પણ પેલા મિત્રો તરફથી જાણી-બૂઝીને અપાયેલી જીત હતી કારણ તે કુમિત્રો પેલા યુવકને રોજ જુગાર રમતો કરવા માગતા હતા. પેલા ભોળા યુવકને આની ગતાગમ ન હતી.
બીજા દિવસથી પેલો યુવક રોજ જુગારના અડ્રે આવતો થઇ ગયો. પ્રારંભિક ચાર-પાંચ દિવસ તો યુવક કમાતો ગયો. ૫૦૦ ! ૭૦૦ ! ૧૦૦૦ ! પણ પછી ધીરે ધીરે હાર શરુ થઇ. હવે પાંચ-સાત દિવસ હારે છે તો વળી એક દિવસ કમાઇ લે છે ! પણ આ એક દિવસની જીત તેને વળી પાંચ-સાત દિવસ અડ્ડા ઉપર આવવા માટે બળ પૂરું પાડે છે. આમ કરતાં યુવકને જુગારની લત લાગી ચૂકી હતી.
પરિણામ...ભયંક૨ આવી ચૂક્યું હતું. યુવકની જિંદગી જુગારના પાપે બરબાદ થઇ ગઇ. મોડી રાત સુધી જાગવાનું ! જુગાર રમવાનો ! એટલે દારુની બોટલ પણ શરુ થઇ ચૂકી. દારુ અને જુગાર બંનેને માટે પૈસો તો જોઇએ જ ! રોજ રોજ પૈસા ક્યાંથી લાવે ? અને ગમે તેટલા પૈસા પાસે હોય પરંતુ આ લતો જ એવી છે કે ગમે તેટલા પૈસા પણ ખૂટી પડે ! અંતે તે ચોરી કરતો થયો.
દારુ...જુગાર...ચોરી અને અંતે પરસ્ત્રીગમન વગેરે પાપો પણ જીવનમાં
૧૮૭