________________
માંસાહારી તામસી-ક્રોધી પ્રકૃતિનો હોય છે. માંસાહારથી આરોગ્ય વગેરેને પણ હાનિ પહોંચે છે. માંસાહાર કરવો એટલે જીવોની હત્યા કરીને તેને માટે કબ્રસ્તાન રૂપ આપણું પેટ બનાવવું.
માંસાહારી બળવાન હોય છે અને માંસમાં વિટામિન વધારે હોય છે.”, વગેરે માન્યતાઓને આજના અનેક ડોકટરોએ જૂઠી સાબિત કરી દીધી છે.
આમ અનેક દૃષ્ટિએ માંસાહાર વર્ષ છે. (૩) શિકાર :
શિકાર પણ અતિ ઘોર હિંસારુપ હોવાથી ત્યાજ્ય છે. બીજા જીવોનીપ્રાણીઓની હત્યા કરવી તેમાં બહાદુરી નથી. માનવ બનીને બીજા પ્રાણીઓની રક્ષા કરવી તે આપણું કર્તવ્ય છે.
અલબત્ત, આજે શિકારનું પાપ ખાસ જોવામાં આવતું નથી. તેથી તેના બદલે જેનામાં પશુ-પક્ષીઓ વગેરેની ક્રૂર હિંસાઓ થતી હોય...તેવા જીવહિંસાજનક અથવા જીવહિંસાને પ્રોત્સાહન આપનારા ધંધા વગેરેને શિકાર'માં ગણાવી શકાય.
| શિકાર (જીવહિંસા)-માંસાહાર ભાઈ-ભાઈ જેવા છે. જે માંસાહારનો શોખીન હશે તેને જીવહિંસા કરતાં ખચકાટ નહિ થાય. બીજાઓ પણ જે જીવહિંસાનાં પાપો કરતા હશે તેને તે ખોટાં નહિ માને, આથી શિકાર અને માંસાહાર બંને ત્યાજ્ય છે.
જૂના જમાનામાં જૈન અગ્રણીઓની અને મહાજનની ગામોમાં ખૂબ સત્તા રહેતી. જૈન નગરશેઠોની અને મહાજનની આમન્યાને તોડીને પર-કોમના નીચેના વર્ગના માણસો પણ હિંસાદિ પાપોને ખુલ્લેઆમ આચરી શકતા નહિ. મહાજનનો તેમને ડર લાગતો. “ગામનું મહાજન જો વિફરશે તો ?” આવો તેમને ભય રહેતો. મહાજનની સચોટ સત્તા :
સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક વાઘરીએ ખુલ્લેઆમ એક તેતર પક્ષીનો શિકાર કર્યો અને મહાજનની સત્તાને જાણે પડકારવા માટે જે તેણે તે તેતર પક્ષીને રસ્તાના ચોકમાં દોરી બાંધીને લટકાવ્યું.
૧૮૫