________________
હિતાવહ ગણાય.
૭) જ્યાં વારંવાર દુકાળો (અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ) પડતા હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો.
૮) જ્યાં જુગારીઓના અડ્ડા વગેરે હોય, દારુનાં પીઠાં વગેરે હોય તેવા સ્થાનમાં ન રહેવું. એટલું જ નહિ...પરંતુ એવા સ્થાનમાંથી બને ત્યાં સુધી પસાર પણ ન થવું કારણ કે દુષ્ટ માણસોની દૂષિત અસર આપણા મનને તથા સંતાનોના મનને પણ થવાની મોટી શક્યતાઓ પડેલી છે.
૯) જ્યાં સદ્ગુરુદેવો તથા સાધર્મિકોનો સંસર્ગ મળવાની શક્યતા ન હોય તેવા સ્થાનમાં પણ ન રહેવું.
૧૦) જે સ્થાનમાં ધર્મ સાધવામાં અને અર્થ અને કામ પુરુષાર્થની ધર્મ દ્વારા નિયંત્રિતપણે થતી પ્રવૃત્તિમાં બાધા પહોંચે...વિઘ્ન ઊભું થાય તેવું સ્થાન અયોગ્યઉપદ્રવવાળું કહેવાય. તેવા સ્થાનનો ત્યાગ કરવો.
ઉપર જણાવેલાં કારણોવાળાં સ્થાનનો ત્યાગ કરવો તે વિવેકી માણસનું કર્તવ્ય છે.
ઉપર જે મુદ્દાઓ જણાવ્યા છે તેમાંના ઘણા મુદ્દાઓ મોત કે ધન-નાશ ન થવા પામે એ દૃષ્ટિકોણને નજરમાં રાખીને જણાવાયા છે. તો સવાલ થાય કે મોતથી આટલા ડરવાની શી જરુર ? મોતથી ડરવાની વાત કાયરતા નથી ?
વાત બરાબર છે. ઉપલક દૃષ્ટિએ વિચારતાં એમ લાગે કે મોતથી ડ૨વાનું શું ? અને તેટલા માત્રથી સર્પ કૈ ચૌરાદિના ભયવાળા સ્થાનથી ભાગી છૂટવાનું શા માટે ? પણ આ વિચાર સૂક્ષ્મ-દૃષ્ટિથી કરવામાં આવે ત્યારે ખોટો સાબિત થયા વગર નહિ રહે.
ઉપદ્રવવાળા સ્થાનમાં રહેવામાં કે ઊભા રહેવામાં હિંમત કે બહાદુરી નથી, પરંતુ નાદાનિયત છે, નાસમજ છે, અવિવેકિતા છે.
એક વાત બરાબર ધ્યાનમાં રહે કે આપણને મળેલો માનવભવ એ મામૂલી નથી. ઘણો મૂલ્યવાન છે. અને એવા માનવભવ દ્વારા તો ધર્મઆરાધનાની અતિ ઉત્તમ તકોને સાધી લેવાની અને એ રીતે મુક્તિમાર્ગમાં આપણે વેગપૂર્વક આગળ ધપવાનું છે.
૧૭૩