________________
આવવાને બદલે ઘરમાં જ બેસી રહી હતી.
જ્યારે આર્યરક્ષિત ઘરમાં આવીને સૌથી પહેલાં જ પોતાની માતાના ચરણોમાં પ્રણામ કરવા જાય છે ત્યારે માતાના મુખની ઉદાસીનતાને જાણી લે છે. માતાને પૂછે છે: “મા ! જ્યારે આખું ગામ તારા પુત્રની વિદ્યાપ્રાપ્તિથી પ્રસન્નતામાં ઝૂમી રહ્યું છે ત્યારે તું સગી માતા થઇને કેમ આમ ઉદાસ ! બધા આવ્યા છતાં તું મને લેવા ન આવી...આવી નારાજગીનું કારણ ?” - ત્યારે મા કહે છે: “બેટા ! તું જે વિદ્યાઓ પ્રાપ્ત કરી આવ્યો છે તે આ સંસારને વધારનારી વિદ્યાઓ છે. એનું હું શું સ્વાગત કરું? હા...જો તું આત્મકલ્યાણ કરનારી વિદ્યાઓ મેળવી આવ્યો હોત તો જરુર તારી મા દોડી દોડીને તને વ્હાલે વધાવવા આવત.”
તો...મા તું મને જલદી કહે, આત્માનું કલ્યાણ સાધી આપનારી વિદ્યા કોની પાસે મળે...જેનાથી તે પ્રસન્ન થાય ! જેમાં તે પ્રસન્ન થાય તેમાં જ મારી પ્રસન્નતા છે !” આર્યરક્ષિતે માતાને કહ્યું.
- ત્યારે માએ પોતાના ભાઇ (આર્યરક્ષિતના મામા). આચાર્ય મહારાજ પાસે જવાનું કહ્યું. તે જ ક્ષણે આરક્ષિત મામા-આચાર્ય પાસે ભણવા ચાલી નીકળ્યો. ત્યાં ગયા બાદ આચાર્ય મહારાજે કહ્યું “અમારી પાસે આત્મકલ્યાણને સાધી આપનારી વિદ્યાઓ જરૂર છે. પરંતુ તે મેળવવા માટે તારે સંસારને છોડીને દીક્ષા લેવી પડે. બોલ છે તારી તૈયારી ?'' - “ગુરુદેવ ! જેમાં મારી માતા પ્રસન્ન થતી હોય તેમાં મારી સંપૂર્ણ તૈયારી છે. પ્રભુ ! મને દીક્ષા આપો અને આત્મકલ્યાણકારી તે વિદ્યાઓનું પણ પ્રદાન કરો.” આર્યરક્ષિતે કહ્યું.
અને આચાર્ય ભગવંતે આર્યરક્ષિતને દીક્ષા આપી. શાસ્ત્રોના મર્મો અને તત્ત્વોનું અદભુત અધ્યયન કરાવ્યું. પરિણામે જૈન સંઘ એક પરમ વિદ્વાન યુગપ્રધાન જૈનાચાર્ય આર્યરક્ષિતસૂરિજીને પામવા ભાગ્યશાળી બન્યો.
જો આર્યરક્ષિતમાં માતૃભક્તિ ન હોત... તો તે માત્ર માતાની પ્રસન્નતા ખાતર મામા-આચાર્ય પાસે આવત...? ના...અને તો જૈનસંઘને મહાન આચાર્યની સંપ્રાપ્તિ સંભવિત બનત ? ના. આનો અર્થ આર્યરક્ષિતના આત્મકલ્યાણમાં અને
૧૬૩