________________
તેમને માતા પોતાને હવે-જ્યારે પોતે પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયા છે ત્યારે-પણ ‘ટોડર' કહીને જ બોલાવે રુચતું ન હતું.
ઘણા વખતથી મનમાં જ ગૂંચવાતી વાતને એકવાર તેણે માતાને કહી દીધી : “મા ! હું જ્યારે હવે આટલો પ્રસિદ્ધ ડોકટ૨ બની ગયો છું ત્યારે પણ તું મને ‘ટોડર' કહીને બોલાવે તે યોગ્ય ન ગણાય માટે તારે હવેથી મને ટોડરમલ” કહીને બોલાવવો.”
માતા પોતાના દીકરાની આવી વાત સાંભળીને આશ્ચર્ય સાથે ભારે આઘાત પામી. રાત પડતાં તેણે ટોડરમલને કહ્યું “બેટા ! આજની રાત તું મારી જ પથારીમાં મારી સાથે સૂએ અને હું કહું તેમ કરે તો જ હું તને આવતી કાલથી ‘ટોડરમલ !” એવા માનવાચક નામે બોલાવીશ.”
ડો. ટોડરમલે માતાની વાત મંજૂર રાખી. રાત્રે ભર ઊંઘમાં સૂતેલા ડોકટરને ઉઠાડીને માતાએ કહ્યું “બેટા ! મને પાણી લાવી આપુ..
ડોક્ટરે કહ્યું “મા ! નોકર પાસે મંગાવી લે...મને ખૂબ ઊંઘ આવે છે.”
માએ કહ્યું “બેટા ! પાણી તારે જ લાવી આપવું પડશે. ત્યારે ન છૂટકે ડો. ટોડરમલ ઊભા થયા અને તેમણે માતાને પાણી લાવી આપ્યું. માએ થોડું પાણી પીધું અને બાકીનું પથારીમાં ઢોળી નાંખ્યું.
ટોડરમલ એકદમ અકળાઈ ઊઠ્યા. તેઓ ભીની પથારી છોડીને બીજી પથારીમાં સૂવા જવા લાગ્યા. ત્યારે માતાએ તેમને રોક્યા અને કહ્યું “બેટા ! તારે આ ભીની પથારીમાં જ સૂઈ જવાનું છે. આ તો પાણીથી જ ભીની પથારી છે, પરંતુ તું જ્યારે નાનો હતો ત્યારે વારંવાર પથારીમાં મૂતરી જતો હતો તો પણ મૂતરથી ભીની તે પથારીમાં હું જરાયે મોં મચકોડાયા વગર સૂઈ જતી હતી અને આજે એક દિવસ તું ભીની પથારીમાં પણ સૂઈ શકતો નથી ? માતાના ઉપકારનો લગાર વિચાર કર.” અને આ વાત સાંભળીને ડો. ટોડરમલનું મિથ્યાભિમાન ઓગળી ગયું અને ત્યારબાદ ડો. ટોડરમલ માતાના અત્યંત પૂજક બની ગયા.. માતા-પિતાનો ઉપકાર શો?
એક દિવસ એક યુવાને એક ચિતકને પ્રશ્ન કર્યો “આપણા ઉપર માતા- : પિતાનો ઉપકાર શો ? એ તો એમનું સાંસારિક ભોગ-જીવન જીવતાં હતાં, તેમાં