SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જોડીને વૈદ્યરાજને કહેવા લાગ્યો “વૈદ્યરાજ ! ગમે તે કરજો પણ મને મગનું પાણી તો આજે ન જ આપજો. હું કોઇ પણ સંયોગોમાં મગનું પાણી તો નહિ જ પીઉ.” - વૈદ્યરાજ કહે: “તો આ તાવ તારું મોત કરીને જ જંપશે.” પતિના મૃત્યુની વાત સાંભળીને ગભરાઇ ગએલી પત્નીએ ભીલને જબરજસ્તીથી મગના પાણી સાથે દવા પાઈ દીધી. * - ભીલના, મગનું પાણી ન પીવાના અનેક ધમપછાડાને ભીલપત્નીએ સફળ થવા દીધા નહિ અને આ એક જ પ્રસંગથી ભીલને મુનિરાજ પ્રત્યે અદભુત માન પેદા થયું અને એ ધર્મ પામી ગયો. મુનિને ખોટા પાડવાની બુદ્ધિથી પણ કરેલો મુનિ-સંગ ધર્મ-પ્રાપ્તિનું કારણ બની ગયો. આવું જ બન્યું હતું ને પેલા ઇન્દ્રભૂતિ ગૌતમનું ! સમવસરણમાં દેશના સાંભળીને આવેલા લોકોના મુખે સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવના અનુપમ ગુણોની વાતો સાંભળીને ઇન્દ્રભૂતિનું માન ઘવાયું...“રે ! મારા જેવો સર્વજ્ઞ આ સંસારમાં જીવિત છે ત્યાં વળી બીજો કોણ સર્વજ્ઞ પેદા થઇ ગયો ? જોઉં તો ખરો એ સર્વજ્ઞમાં કેટલી શક્તિ છે ? હમણાં જાઉ અને ચપટી વગાડતાં એ સર્વજ્ઞનાં દંભને ચીરી નાખું છું.” અભિમાનની અંબાડી ઉપર સવાર થઇને ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરને હરાવવા ચાલી નીકળ્યો. સાથે પાંચસો શિષ્યોની સવારી સાથે છે અને તેઓ “જય વાદિવેતાલ ! વાદિમદભંજક ! સરસ્વતી-કંઠાભરણ ! સર્વજ્ઞ ઇન્દ્રભૂતિની જય” એક રીતે બિરુદાવલિઓ પોકારી રહ્યા છે. આ પણ...જ્યાં ઇન્દ્રભૂતિ સાક્ષાત્ ભગવાન મહાવીરને જુએ છે.. ત્યાં જ ઠરી જાય છે. “અહો ! આ કોણ છે ? બ્રહ્મા છે ? વિષ્ણુ છે ? મહેશ છે ? સૂર્ય છે ? ચંદ્ર છે ? આ છે કોણ ? અરે આ તો ચોવીસમા તીર્થંકર મહાવીરદેવ છે !” એ વિચારે છે ત્યાં જ ભગવાન મહાવીરદેવ “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! અહીં આવો.” એવી મધુર ભાષા વડે સંબોધન કરે છે...અને પછી ઇન્દ્રભૂતિના મનમાં વર્ષોથી ગૂંચવાતી આત્મા અંગેની શંકાને પ્રભુ જણાવે છે: “ઇન્દ્રભૂતિ ! તમારા
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy