________________
કરવા છતાં આપણે સુધરી શકતા ન હોઇએ તો આપણે સંશોધન ક૨વું જોઇએ કે આમ થવાનું કારણ શું ?
આમ થવાના અનેક કારણોમાંનું અતિ મહત્ત્વનું એક કારણ છે ઃ કુસંગ. સત્સંગના પાવરફુલ ઔષધને પણ સરિયામ નિષ્ફળ બનાવી દેનારું મહાકુપથ્ય છે ઃ કુસંગ.
ગમે એવા કુશળ વૈદ્યની ગમે એટલી મોંઘીદાટ દવા પણ, જો કુપથ્યનો ત્યાગ કરવામાં ન આવે તો જેમ નિષ્ફળ જાય છે તેમ કુસંગરુપી કુપથ્યના ત્યાગ વગર સત્સંગરુપી ઔષધ આત્માને અસંગદશા (સ્વભાવદશા) રુપ પૂર્ણ આરોગ્ય બક્ષવામાં નિષ્ફળ નીવડે છે.
દિવસ દરમ્યાન એકાદ કલાક કે ધાર્મિક શિક્ષણ શિબિરોના દિવસો અને કલાકોને બાદ કરતાં બાકીના કલાકો અને દિવસો જો સતત કુસંગના કુ-રંગમાં રંગાતા રહેવામાં આવે તો સત્સંગથી પ્રાપ્ત થયેલો લાભ નિષ્ફળ જ નીવડે છે. જેમ સત્સંગના ત્રણ પ્રકાર છે તેમ કુસંગના પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. (૧) કુમિત્રોનો કુસંગ :
ખરાબ મિત્રોની સોબત જીવન-ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. એક નીતિ-વચન છે કે, કાળિયાની સાથે ધોળિયો બેસતો રહે તો તેથી ભલે તેનો વાન (વર્ણ) તેનામાં ન આવે પરંતુ તેની સાન (દુષ્ટ બુદ્ધિ) તો જરુર આવી જાય.
આંબા અને આંબલીની કલમોને જો ભેગી કરીને જમીનમાં વાવવામાં આવે તો આંબામાં આંબલીની ખટાશ આવે પણ આંબલીમાં આંબાની મીઠાશ કદી ન આવે...
એ જ રીતે દુષ્ટ-મિત્રોની સાથે બેસવાથી તમારામાં રહેલી સારી બાબતો તે કુમિત્રોના જીવનમાં ન પ્રવેશે પરંતુ તેમની ખરાબ બાબતો તો તમારા જીવનમાં જરુર આવી જાય.
સદગુરુઓના સંગે-પ્રભાવે મેળવેલું આત્મ-ધન, સંસ્કાર-ધન અને સદ્ગુણધન પેલા કુમિત્રોરુપી લૂંટારા લૂંટી જાય છે.
૧૪૫