________________
સહુ જેનો તિરસ્કાર ક૨તા તેવા સાળવીને મુનિનું આ વાત્સલ્ય અપાર આનંદ અર્પી ગયું.
સાળવીએ મુનિનાં ચરણોને પોતાના અશ્રુજલથી પ્રક્ષાલિત કરતાં કહ્યું “ગુરુદેવ ! શું કરું ! આપ મને બચાવી લો. હું દારુના ભયંક૨ વ્યસનમાં ફસાઇ ગયો છું. કોઇ પણ હાલતમાં દારુ છોડી શકતો નથી પણ તમારાં પ્રવચનો સાંભળ્યાં બાદ જીવનમાં કોઇ ધર્મ પામ્યા વગર હવે મને ચેન પડે તેમ નથી.
‘‘દારુ જો મળવામાં થોડું થાય તોય તે મારાથી સહન થતું નથી. મારા હાથ અને પગની નસો ખેંચાવા માંડે છે, મારું માથું ચક્કર ચક્કર ભમવા માંડે છે. પ્રભો ! મને ઉગારો. મારો ઉદ્ધાર કરો આ ભયંકર પાપમાંથી !''.
અને સાળવી ફરી રડવા લાગ્યો.
મુનિરાજે તેને કહ્યું ‘“તું શાંત થા. તારાથી દારુ સંપૂર્ણપણે ન છૂટતો હોય તો હું તને કહું તેમ કર.'
P
‘‘જ્યારે તું દારુ પીવા બેસે ત્યારે પૂરેપૂરો પી લીધા બાદ એક દોરીની ગાંઠ મારવી અને ફરીવાર જ્યારે દારુ પીવો હોય ત્યારે તે ગાંઠ છોડી નાખવી. ત્યાર બાદ ફરી ઇચ્છા મુજબનો દારુ પી લીધા બાદ ફરી તે દોરીને ગાંઠ મારી દેવી. આ દોરી હંમેશાં તારી પાસે જ રહેવી જોઇએ. જેટલો સમય દારુની ગાંઠ રહે તેટલો સમય તારે દારુનો ત્યાગ...આટલી પ્રતિજ્ઞા તું કર. તોય તને મહાન લાભ પ્રાપ્ત થશે.’’
સાળવી આ વાત સાંભળીને ખુશ થઇ ગયોઃ “ભગવાન ! આ તો બહુ સરળ અને સરસ પ્રતિજ્ઞા છે ! આમાં તો દારુ છોડવાની વાત પણ નથી અને પાછો પ્રતિજ્ઞાનો ધર્મ આરાધવાનો લાભ મળે. આનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે !'' અને સાળવીએ પ્રતિજ્ઞા કરી. આ બાજુ ગુરુ મહારાજ વિહાર કરીને ક્યાંક
ચાલ્યા ગયા.
સાળવી ગુરુ મહારાજે આપેલી પ્રતિજ્ઞાનું સુંદર રીતે પાલન કરે છે. કેટલાક દિવસો પસાર થઇ ગયા પછી એક દિવસ એવું બન્યું કે સાળવીને દારુ પીવાની તલપ જાગૃત થઇ. તેથી તેણે ગાંઠ છોડવા માંડી પણ આ વખતે એવું
૧૪૧