________________
નિમંત્રણ આપ્યું.
શેઠ અવારનવાર રાજસભામાં જવા લાગ્યા. રાજા સાથે સંબંધ વધવા લાગ્યા. રાજાએ શેઠને કહેલું કે, “ક્યારેક કાંઈ કામ હોય તો ખુશીથી જણાવજો.”
અવસર જોઇને એકવાર શેઠે કહ્યું “રાજન્ ! ઘણા લાંબા સમયથી મારા મનમાં ઘરમંદિર” કરવાની ભાવના છે. જો આપ સંમતિ આપો તો તે કાર્ય પૂરું કરું.”
રાજા કહે : “તેમાં પૂછવાનું શું ? સારા કામમાં તો અમારી જરુર સંમતિ જ હોય ને ?”
ઘરે જઈને તેમણે સુયોગ્ય ઓરડામાં જિનમૂર્તિ પધરાવીને ગૃહમંદિર બનાવ્યું. તે અંગેનો મહોત્સવ માંડ્યો. ઢોલ અને શરણાઇવાળાને બોલાવ્યા અને સવારથી સાંજ સુધી તેને ઢોલ અને શરણાઈ વગાડવાની સૂચના કરી.
ઢોલ-શરણાઇના સૂરો જોર જોરથી વહેવા લાગ્યા. બાજુમાં જ રહેતા સંગીતકારો અકળાઈ ગયા કારણ કે ઢોલ-શરણાઇના જોરદાર અવાજોમાં તેમના આલાપ દબાઈ જતા હતા. આથી સંગીતકારોએ રાજા પાસે જઇને શેઠની વિરૂદ્ધ ફરિયાદ કરી.
રાજાએ શેઠને બોલાવ્યા અને સંગીતકારોની ફરિયાદની વાત કરી. શેઠ કહ્યું “રાજાજી ! મેં આપની સંમતિ લઇને જિનમંદિર બનાવ્યું છે અને મંદિર હોય એટલે ઢોલ-નગારાં તો વાગે જ ને ?”
રાજા કહેઃ “શેઠ ! કાંઇ વાંધો નહિ. તમારે મુંઝાવાની કોઇ જરૂર નથી. તમ-તમારે ખુશીથી ભગવાનની ભક્તિ કરો. હું સંગીતકારોનું આવાસસ્થળ બદલાવી નાખું છું.”
અને રાજાની આજ્ઞાથી સંગીતકારોનું આવાસસ્થળ બદલાઈ ગયું. શેઠે હૈયે હાશ અનુભવી. પુત્રવધૂઓ માટેના શીલનો ભય ટળી ગયો.
ઉપદ્રવવાળા સ્થાનમાં...ગમે તેવા પડોસમાં...અને ગમે તેવા ઘરમાં શીલ અને સદાચાર જોખમમાં જ રહે. તેને નિવારવા શેઠની જેમ કુશળતાપૂર્વક ઉપાયો કરવા જોઇએ.
૧૩૨