________________
ત્યારે સામી વ્યક્તિએ માત્ર એટલું જ કહ્યું “રોંગ નંબર.” અને...રમેશ છોભીલો પડી ગયો.
જગતનો કોઈ પણ માણસ જ્યારે આપણી નિન્દા કરે ત્યારે તરત જ આપણે મનમાં બોલવું. “રોંગ નંબર” અર્થાત્ “આ મને નથી કહેતો, આ તો બીજાને કહી રહ્યો છે.” ' આવો વિચાર આપણને નિન્દાની સામે પ્રતિનિન્દા કરતાં, ગાળની સામે ગાળ આપતાં રોકે છે. આથી આપણે દુઃખી થતા નથી. આથી જ આ શુભ વિચાર છે.
વળી, જ્યારે પેલો માણસ ગાળ આપે ત્યારે આપણે તે ગાળ ન સ્વીકારીએ તો તે ગાળ-ન સ્વીકારેલા રૂપિયાની જેમ-તેની પાસે જ પાછી જાય છે.
નિર્દકોને કદી જવાબ ન આપો.
યાદ રાખજો : નિન્દકના પગ ખૂબ નબળા હોય છે. એનાથી આપણે ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. જો આપણે એનો સામો પ્રતિકાર-પ્રતિનિન્દા કરવા દ્વારા-કરીશું તો ઊલટું તેને અયોગ્ય બળ મળશે એને એમ થશે કે, “આપણી વાતનું પણ મહત્વ છે.”
આના બદલે આપણે સાવ મૌન જ રહેવું તે હિતકર છે. રાડો પાડનારો હંમેશાં થાકે છે, મૌન રહેનારો કદી નહિ.
આથી જેને જેટલી નિન્દા કરવી હોય તેટલી કરવા દેવી. આપણું અમોઘ શસ્ત્ર મૌન. આપણું મૌન જ નિન્દકની નિન્દા કરવા દ્વારા આપણને ઉશ્કેરવાની યોજનાને ધૂળ ચાટતી કરી મૂકે છે. . આથી જૂઠી નિન્દાઓના અને પત્રિકાબાજીઓના કદી જવાબ ન આપવા એ જ ઘણા કુશળ બુદ્ધિમાનોની પદ્ધતિ હોય છે. મૌનમાં જે તાકાત છે તે નિન્દામાં કદી નથી તે સતત યાદ રાખવા જેવું છે.
જેણે સુંદર અને ધર્મમય જીવન જીવવું હોય તેણે પેલા ત્રણ વાંદરાઓને યાદ રાખવા, પહેલો વાંદરો મોં ઉપર હાથ મૂકીને એમ જણાવે છે : બીજાની નિંદા થાય તેવું બોલશે નહિ. બીજો વાંદરો આંખ ઉપર હાથ મૂકીને એમ જણાવે છે:
છે કાર ?