________________
પથ્થરો મારવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું.
નિશ્ચિત સમયે હજારો લોકો તે બાઇને પથ્થરો મારવા ભેગા થઇ ગયા. આ વાતની ઇસુ ખ્રિસ્તને ખબર પડી. તેઓ દોડતા તે બાઇ પાસે આવી ઊભા અને પથ્થરો મારવા તૈયાર થયેલા ટોળાને ઉદ્દેશીને બોલ્યા :
‘તમારામાંથી કોણ એવું છે જેણે જીવનમાં ક્યારેય કોઇ ‘પાપ’ નથી કર્યું ? આ બાઇએ દુરાચારનું પાપ કર્યું અને તે પકડાઇ ગયું તેથી તે સજાને પાત્ર ઠરી. તમારા દુરાચારના અગર બીજા કોઇ પ્રકારનાં પાપ પકડાયાં નથી તેથી તમે સજાને પાત્ર ઠર્યા નથી. ખરું ને ?''
આ ટોળામાં ઊભેલો કોઇ પણ સજ્જન-જેણે જીવનમાં નાનું સરખુંય ‘પાપ’ ન કર્યું હોય તે બહાર આવે અને બાઇને પથ્થર મારે. બાકીના એમ જ ઊભા રહે.''
જ્યારે પંદ૨ મિનિટ પૂરી થવા છતાં કોઇ બહાર ન આવ્યું ત્યારે ઇસુ ખ્રિસ્તે બધા જ માણસોને ત્યાંથી ભગાડી મૂક્યા.
આ દૃષ્ટાંત આપણને નિન્દાના પાપમાંથી બચી જવાની બહુ સુંદ૨ સલાહ કાનમાં કહી જાય છે.
પૂર્ણ નિષ્પાપ તો વીતરાગ પરમાત્મા છે. તેઓ જ્યારે કોઇની નિન્દા નથી ક૨તા ત્યારે પૂર્ણ પાપી એવા આપણે બીજાની-અન્ય દુષ્ટોની પણ-નિન્દા કરી જ કેમ શકીએ ?
સામાને સુધારવા ખાનગીમાં કહો
:
સવાલ : સામા માણસને એના દુર્ગુણોનો ખ્યાલ આપવામાં ન આવે તો તે સુધરશે શી રીતે ?
જવાબ : બીજાને સુધારવો હોય તો તેના દુર્ગુણોની જાહે૨માં ટીકાનિન્દા તો ન જ થાય. સામી વ્યક્તિને ભૂલોનો ખ્યાલ આપવા માટે સૌથી પહેલાં તો આપણને તેવો અધિકાર જોઇએ.
જો આપણામાં તેવો અધિકાર હોય તો પણ જાહે૨માં તેની વગોવણી ન જ કરાય. તેમ કરવાથી તે માણસ ઊલટો ગૂમડાંની જેમ વક૨ી જાય.
૧૦૯