________________
લૂંટારાઓએ પોતાનાં પાપી-જીવનનો ત્યાગ કરીને ધર્મમય જીવનનો સ્વીકાર કર્યો હતો.
આવા આ મુનિવરને પણ એક દોષ નડી ગયો અને તે દોષ એટલે જ
આત્મપ્રશંસા.
એક દિવસની વાત છે.
ધર્મદત્ત મુનિના પિતાએ પોતાના પુત્ર-મુનિની પ્રશંસા ચારે બાજુથી સાંભળી હતી તેથી તેઓ ખૂબ પુલકિત બન્યા હતા.
મુનિવરના પિતા એક દિવસ તેમને વંદન કરવા આવ્યા.
વંદન કર્યા બાદ તે મુનિવરની પાસે પિતાજી બેઠા ને તેમણે મુનિની ચોમેર ફેલાયેલી કીર્તિની પ્રશંસા કરી.
ત્યારે ધર્મદત્ત-મુનિ બોલ્યાઃ “મારે મોઢે મારે મારી પ્રશંસા કરવી તે ઉચિત નથી. પરંતુ ત્યાં સામે બેઠેલા મારા શિષ્ય પાસે તમે જાઓ. તે જ તમને મેં મેળવેલી સિદ્ધિઓ અને લબ્ધિઓની વાત ક૨શે.’’
સરળ હૃદયે પિતા તો પેલા શિષ્ય-મુનિ પાસે ગયા અને પોતાના પુત્રમુનિની સિદ્ધિ વગેરેની વાત સાંભળીને સવિશેષ આનન્દ્રિત થયા.
પરંતુ આ રીતે પોતાની આત્મપ્રશંસા શિષ્ય દ્વારા કરાવીને ધર્મદત્ત મુનિએ માયાનું પણ પાપ આચર્યું હતું અને તેના જ કારણે તેઓ જન્માંત૨માં નારીનો ભવ
પામ્યા.
પોતાની સાચી પણ પ્રશંસા ન થાય :
બીજાની સાચી પણ નિંદા નહિ :
કોઇ દલીલ કરે કે, ‘‘આપણા સદગુણની સાચી વાત બીજાને કહેવામાં શો વાંધો ?'' તેનો જવાબ આ ઉપરની કથા છે.
સાચી પણ પ્રશંસા આપણાથી જાતે થાય નહિ કે આપણા માણસો દ્વારા કરાવાય નહિ.
એ જ રીતે સાચી પણ બીજાની ખરાબ વાતો આપણાથી કરાય નહિ કે આપણા સાથીઓ દ્વારા કરાવાય કે ફેલાવાય નહિ.
૧૦૭