________________
ખાઇ જઇને ખલાસ તો નહિ કરી નાંખે ને ?
નિન્દાનો રસ અત્યંત તીવ્ર હોય છે. એની ભયાનકતાનો કોઇ પાર નથી. રૂમની છતનો પાટડો ગમે તેટલો મજબૂત હશે પણ જો એકવાર તેને ઉધઈ લાગી તો સડીને સાફ થઈ જતાં તેને વાર લાગતી નથી. એ જ રીતે નિન્દા રૂપી ઉધઈ જેને લાગી તે મજબૂત સંઘો, સમાજો, રાજ્યો, સત્તાઓ કે સંપ્રદાયો સાફ થઈ જશે. તેના પાયાઓ નબળા જ પડી જશે.
જો વર્તમાન દૂષિત જમાનામાં આપણે બળવાન બનીને જીવવું હોય તો આપણે નિન્દાના પાપથી સો ગાઉ દૂર રહેવું જોઇએ. સાધુ અને વેશ્યાનું દષ્ટાંત :
નિન્દાની ભયંકરતાને સમજાવતું એક સાધુ અને વેશ્યાનું સુંદર દૃષ્ટાંત છે.
વેશ્યા અને સાધુના નિવાસસ્થળ સામ-સામે હતાં. દ્વાર પણ સામ-સામે. વેશ્યાના ઘરે એના દેહસુખની ઇચ્છાથી અનેક પુરુષો આવતા. પેલા સંતના દ્વારે અનેક પુરુષો ધર્મ સાંભળવા આવતા.
સંત હંમેશ પેલી વેશ્યાની ભારોભાર નિન્દા કરતા: “જુઓને ! આ વેશ્યા. પોતાના માનવજીવનને કેવું બરબાદ કરી રહી છે. આના કરતાં તો મોત પામવું વધુ સારું ! છીઃ કેવી જાનવર જેવી જિંદગી !'
સંતની આ નિન્દામાં એના ભક્તો પણ સાથ પુરાવતા. આમ ભક્તો અને તેમના ગુરુ સતત વેશ્યાની નિન્દામાં રચ્યા-પચ્યા રહેતા.
જ્યારે પેલી વેશ્યા: રોજ સંતને જોતી અને મનોમન સંતની ભરપૂર પ્રશંસા કરતી. સાથે પોતાની આત્મ-નિન્દા પણ. એ કહેતી: “કેવું સુંદર જીવન છે સંતનું ! કેવું પાપવિહોણું તેમનું જીવન ! ધન્ય છે તેમને, જેઓ સ્વયં નિષ્પાપજીવન જીવે છે અને બીજા જીવોને પણ પાપ વગરનું જીવન જીવતાં શીખવે છે અને મારું જીવન ! એકલાં પાપોથી ભરેલું ! આવા જીવનને જીવવા ખાતર આટલાં પાપ કરવાં એના કરતાં મોત આવે તે કેવું સુંદર !”
આમ વેશ્યા સતત પોતાની નિન્દા અને સંતની પ્રશંસા કરતી. અને...એક દિવસ વૈકુંઠમાથી વિમાન આવ્યું. સંત અને તેમના ભક્તો