SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળી કરવાના મનોરથોથી આગળ વધી રહ્યા છે. ૧૦૪ ઓળીઓ સળંગ થઇ. સા. શ્રી હંસકીર્તિશ્રીજીએ ૩૦૦ ઓળી પૂર્ણ કરી કષ્ટોથી ડગ્યા નથી. સત્વ અને હિંમતથી વધ્યા છે. તપ કરે નહીં ને ત્યાગ કરે તો પણ તેના તપના અંતરાય તૂટે છે. જ્ઞાન યાદ ન રહે પણ જ્ઞાનીની અનુમોદના કરે તો પણ તેના જ્ઞાનના અંતરાયો તૂટે છે. દાન ન કરે. પણ દાનીની અનુમોદના કરે તો દાનાંતરાય તૂટે છે. આપણે બધા પાપો ન છોડી શકતા હોઇએ તોય ઘણા પાપો છોડી શકાય છે. બધો જ ધર્મ ભલે ન થાય તો પણ ઘણો ધર્મ આરાધી શકાય છે. આપણે આ બાબતમાં સીરીયસ નથી માટે અંતરાય નડે છે. મહારાષ્ટ્રમાં ગુરુ-શિષ્યની જોડીનો ઘણો ઉપકાર છે. પૂ.આ.ભ.શ્રી ત્રિલોચનસૂરિ વર્ષમાં છ અઠ્ઠાઇઓ કરે. સવા બસોથી અધિક અઠ્ઠાઇઓ થઇ એક વાર ગુરુને વંદન કરવા આવ્યા. અઠ્ઠાઇનું પારણું હતું. નવકારશી લેવાની હતી. પણ નવકારશીની જગ્યાએ સોળ ઉપવાસના પચ્ચખ્ખાણ આપ્યા. ધન્ય એ શિષ્ય કહે રાગના કારણે દૂધપાક પીવડાવનારા મા-બાપ ઘણા મળ્યા પણ વૈરાગ્ય આપીને ૧૬ ઉપવાસના પચ્ચખાણ આપનારા ગુરુ તો આજે જ મળ્યા. સતત ગુરુના ઉપકારોને સંભારે. ૧૬ ઉપવાસ પછી ગુરુએ બીજા ૧૬ ઉપવાસ કરાવ્યા. વર્ષમાં ચાર માસક્ષમણ થયા. માસક્ષમણે અમલનેરથી વિહા૨ ક૨તા ટ્રકે ટક્કર મારી પથ્થર સાથે અથડાયા. બધા સાધુઓ દોડ્યા પણ પ્રથમ એમણે ડ્રાઇવરને કહ્યું તું ભાગી જા, નહીં તો બધા મા૨શે. ધર્મી આત્મા કષ્ટમાં ય પરનું કલ્યાણ ચાહે. પોતાના કષ્ટોને વિસારે સમાધિ પામવા પ્રયત્ન કરે. એક હજામ મુસલમાન નમાજ પઢવાના સમયે ગયો પણ નમાજ પઢવાની ચાલુ થઇ ગયેલી. તે મોડો પડ્યો. બહાર ઊભો રહી ધ્રુસકે રડવા લાગ્યો. એક જણ બહાર નીકળ્યો. રડવાનું કારણ પૂછ્યું. દોડવા છતાં નમાજમાં મોડો પડ્યો. પેલાએ કહ્યું ભાઇ! તારી આંખમાં આંસુ છે તે મને આપ. મારી પઢેલી નમાજ હું તને આપું છું. હૃદયમાં વ્યથા, વેદનાનો, વિરહનો અનુભવ જરૂરી છે. ફરજિયાત ધર્મમાં જેને આનંદ ન આવે તેને મરજિયાત ધર્મ વધા૨વાનું મન નહીં થાય. TNAMANGA MIMRANCE(ATTR(A).WNL minii Yu smieu Au T ૫૭ LECTRINE_CROMAIUMM 1 11. ini AYU AA ||
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy