SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ છે એમ લાગે છે? તમે તો સંસારની તકલીફોથી ટેવાઈ ગયા છે. દુ:ખો અને કષ્ટો આવે ત્યારે અમે તો કર્મ ખપી રહ્યા છે એમ વિચારીએ. કષ્ટોથી ડર્યા હોત તો દીક્ષા લઇ શક્યા હોત? ધંધો કરવા જાઓ ને કોઇ ડર બતાવે તો હટી જાઓ? પૂ. હરિભદ્રસૂરિએ ધર્મ માટેનાં પાંચ તબક્કા બતાવ્યા છે. ૧. પ્રણિધાન - સંકલ્પ ૨. પ્રવૃત્તિ - માત્ર ઇચ્છા નહીં પણ પ્રારંભ. ૩. વિધ્વજય - ગમે તેવી તકલીફમાં પાછા ન પડવું. ૪. સિદ્ધિ - બધા જ વિઘ્નો પાર કરવા. ૫. વિનિયોગ - અનુમોદના દ્વારા પાંચેક જણાઓને જોડો. સાધર્મિકની ભાવના કેવી હોય. હે ભગવાન મારા ભાગે વધારે વજન ઉપાડવાનું ન આવે એવું નથી માંગતો પણ વજન ઉપાડવા મારી પીઠ મજબૂત થાય એવું માંગુ છું. સાધનાના માર્ગે વિપ્નો ન આવે એવી માંગણી નથી. વિપ્નો વચ્ચે ય મારી સાધના ટકી જાય એવું માંગું છું. અનુકૂળતા મળે તો જ ધર્મ કરવો છે કે પ્રતિકૂળતામાં ધર્મ કરવો છે? સ્વીચ બંધ થાય તે ચાલે પણ ફયુજ ઉડી જાય એ ન ચાલે. અમારી પાસે સ્વીચો છે તમારી પાસે તો કનેક્શન જ નથી. ગામમાં સ્વામિવાત્સલ્ય હતું. એક-બે ભાગ્યશાળી તરફથી હતું. એક ડોશીમા ટબુડીમાં દૂધ લઇ દૂધપાકના તપેલામાં જઇ નાખી આવ્યા. પૂછ્યું શું કર્યું. તો ડોશીમા કહે આખા ગામને જમાડવાની મારી શક્તિ નથી પણ ગામ માટે બનેલા દૂધપાકમાં મારી આ ટબુડી દૂધથી મને પણ સંઘ ભક્તિનો લાભ મળશે. દુ:ખ આવે છે ત્યારે મારા કર્મો ખપે છે આટલું તો બોલો. કર્મ આપણને દુ:ખ આપે પછી એ કર્મ ખપી જાય. વિરમગામના રતિભાઇ જીવનભરના આયંબિલ માત્ર બે જ દ્રવ્ય મગની દાળ અને રોટલી. • પૂ. હેમવલ્લભવિજયજીને જીવનભરના આયંબિલ. • બેંગ્લોર કલીપુરમ્ રહેતા કચ્છ અંજારના ભાવેશભાઈ સળંગ ૧૦૮ to 5 ફાયદાકારાણાયામ કરવાથs E કાય છે.rsisters needattest Bird 1 is Yetisatiradiatricial E
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy