SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એનાથી વધુ તરફડાટ થતાં પ્રાણપંખેરું ઊડી જાત!' ‘એવો તરફડાટ પરમાત્માનાં દર્શન માટે છે? જે ક્ષણે એવો તરફડાટ અનુભવાશે, બીજી જ ક્ષણે પરમાત્માનાં દર્શન થઈ જશે.' શુધ્ધ થવા માટે આવી તમન્ના પ્રગટી ગયા પછી, પોતે જે ભૂમિકા પર હોય, તે ભૂમિકા મુજબ જ્ઞાન યા ક્રિયાને મુખ્ય કરે અને શુધ્ધ થવાના પુરૂષાર્થમાં લાગી જાય. અનંત ઉપકારી શાસ્ત્રકાર શ્રી ઉપાધ્યાયજી મ. જ્ઞાનસારમાં જીવનમાં કર્મબંધથી અટકવું હોય તો જીવનમાં નિર્લેપતા લાવો આ એક જ વિકલ્પ છે. આપણે બધાની વાતો. પ્રવચનો સાંભળવામાં તાકાતવાળા છીએ પણ આચરવાનું નામ આવે ત્યાં અનુકૂળતા આવતી નથી. આપણી રોજ ચાલતી ક્રિયા કયારે બંધ થાય? ધર્મ ક્રિયા બંધ કરવાનો અધિકાર કોને છે? જે પાપ ક્રિયા બંધ કરે એને જ ધર્મ ક્રિયા બંધ કરવાનો અધિકાર છે. જીવનમાં નિષ્ફળ ગઇ? અનંતી ધર્મ ક્રિયા કે અનંતી પાપ ક્રિયા? ધર્મ ક્રિયા જે નિષ્ફળ ગઈ છે તો પાપ ક્રિયા નુકશાનકારક નિવડી છે. ભાવ વિનાની ધર્મ ક્રિયાઓ કદાચ નિષ્ફળ જતી હશે પણ ભાવ વિનાની પાપ ક્રિયાઓ પણ નિષ્ફળ છે સાથે નુકશાનકારક તો છે જ. નુકશાનવાળી ક્રિયાઓથી અવશ્ય બચો. ભાવનાજ્ઞાનનો ભરપૂર ઉપયોગ કર્યા પછી ક્રિયા ન કરવા છતાં આત્મા કર્મથી લેપાતો નથી. તેના માટે ત્રણ કક્ષા કહી છે : શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાન ભાવનાજ્ઞાન. શેરડીનો સાંઠો – શ્રુતજ્ઞાન. શેરડીનો રસ-ચિંતા જ્ઞાન, રસનો સ્વાદભાવનાજ્ઞાન. પ્રવચન સાંભળો તે શ્રુતજ્ઞાન : ઘરે જઈ સ્મરણ કરો તે ચિંતા જ્ઞાન. તેને પ્રેક્ટીકલ લેવલ પર લાવો તે ભાવના જ્ઞાન. તૃપ્તિનો અનુભવ કયારે થાય? આપણે કયાં તૂટયા? ભગવાનને માનવાની ભૂમિકામાં થાપ ખાઈ ગયા. આપણું અંતઃકરણ શું માને? પરમાત્માને આપણ સર્વજ્ઞ માનીએ કે સમર્થ? સર્વજ્ઞ એટલે જે બધું જાણે છે અને સમર્થ એટલે બધી સમસ્યાઓને હલ ક૨વાની તાકાત જેનામાં છે તે. એક્સ-રે તમારી બધી બિમારીઓ બતાવે છે માટે સર્વજ્ઞ છે. ડૉક્ટર એક જ એ સમસ્યા હલ કરવાનો સમર્થ છે. પરમાત્મા પર આપણી શ્રદ્ધા કેટલી? સમર્થ હોય તે દોષને કાઢે. દોષને THA(NATING Aim અામ મા (afumiaY_minis Himmitjaimi ૨૦ JAIH | |_| |_MALAIA misY | -- miY - U
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy