SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયનો ઉન્માદ (૨) સંસારની વૃદ્ધિ – તપ કે શ્રુત, ત્યાં કોઈ બચાવી શકશે નહિ. તપ, ત્યાગ અને શ્રુતજ્ઞાન દ્વારા “ભાવનાજ્ઞાન'ની ભૂમિકાએ પહોંચવાનું છે. ભાવનાજ્ઞાનથી ભાવિત થયા પછી કોઈ ક્રિયા ન કરવા છતાં આત્મા કર્મથી લપાતો નથી. પરંતુ જેના શ્રુતજ્ઞાનનું પણ ઠેકાણું નથી, તેવો જીવ જો આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દે અને મનમાન્યા ધ્યાનથી આશ્રય લે, તો તેટલા મારાથી તે કર્મબંધથી બચી શકતો નથી. નિશ્ચયનયથી જીવ કર્મથી બંધાયેલો નથી, પણ વ્યવહારનયથી જીવ કર્મથી બંધાયેલો છે. જ્ઞાનવાળો અલિપ્ત દષ્ટિ વડે શુદ્ધ થાય છે, અને ક્રિયાવાળી લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે. બંને દૃષ્ટિ સાથે ઊઘડતાં જ્ઞાન-ક્રિયાની એકતા છે. અહીં જ્ઞાનક્રિયામાં ગુણસ્થાન રૂ૫ અવસ્થાના ભેદથી એક એકનું મુખ્યપણું હોય. શુદ્ધ થવા માટે બે દષ્ટિ ખૂલવી જોઈએઃ લિસ દષ્ટિ અને અલિપ્ત દૃષ્ટિ. જયારે બે દૃષ્ટિ સાથે ખૂલે છે, ત્યારે જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય છે. અહીં પહેલી વાત છે શુદ્ધ થવાની, શુદ્ધ થવાની તમન્ના પ્રગટી જવી જોઈએ. એક યોગી પાસે એક મનુષ્ય ગયો અને પૂછયું : “યોગીરાજ! મારે પરમાત્મદર્શન કરવું છે, આપ કરાવશો?' યોગીએ એ મનુષ્ય સામે સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું... સહેજ સ્મિત કર્યું અને માણસનો હાથ પકડી યોગી ચાલ્યા. ગામ બહાર એક મોટું સરોવર હતું. યોગીએ માણસ સાથે સરોવરમાં પ્રવેશ કર્યો. છાતી સુધી પાણી આવ્યું પણ યોગી તો આગળ વધ્યા. દાઢી સુધી પાણી આવી ગયું.... નાસીકા સુધી આવી ગયું... યોગીરાજે વીજળીવેગે માણસની ગરદન પકડી અને તેને પાણીમાં ડુબાડી દીધો...! એક સેકંડ...બે સેકંડ... પેલો માણસ પાણીમાં તરફડવા લાગ્યો... યોગીએ એને એવો દબાવી રાખ્યો હતો કે માણસ પોતાનું માથું બહાર ન કાઢી શકે. પાંચ સેકંડ પછી યોગીએ તેને બહાર ઊંચકી લીધો અને ઉપાડીને બહાર લઈ આવ્યા. પેલો બિચારો તો હેરાન-પરેશાન થઈ ગયો હતો. યોગીએ હસતાં હસતાં કહ્યું : જયારે મેં તને પાણીમાં ડુબાડી દીધો હતો, ત્યારે તું શાને માટે તરફડતો હતો?' ‘હવા માટે માણસે જવાબ આપ્યો. એ તરફડાટ કેવો હતો ?' es/airs E ligible Earlal NI કાંasis is Vaneeriયામાં ૧૯ 1શનકાઇ ગs usinitions ussis Youristguississip
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy