SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કયારેક ભ્રમણામાં અટવાઈ જાય છે. આત્મા સાથે પુદ્ગલોનો જે સંબંધ છે તે તાદાત્મ્ય સંબંધ નથી પરંતુ સંયોગ સંબંધ છે. આત્માના ગુણધર્મો અને પુદ્ગલના ગુણધર્મો તદ્ન ભિન્ન છે, તેથી તે બંનેની તદરૂપતા થઈ શકે નહિ. ‘આત્મા નિર્લેપ છે' એવા નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલાને બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ ‘આત્મા કર્મબદ્ધ છે' એવા લિપ્તપણાના જ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે. જયાં સુધી આત્મા વારંવાર પ્રમાદ સ્થાનો તરફ દોડી જાય છે, ત્યાં સુધી આવશ્યકાદિ ક્રિયાઓ મહાન ઉ૫કા૨ક બને છે. જયાં સુધી વિષય કષાયાદિ પ્રમાદોનું જોર હોય છે, ત્યાં સુધી નિર્લેપજ્ઞાનની મગ્નતા આવી શકતી નથી. તેવી સ્થિતિમાં જો આવશ્યકાદિ છોડી નિશ્ચલ ધ્યાન ધરવા બેસી જાય તો -‘ઞતો ભ્રષ્ટઃ તતો ભ્રષ્ટ:' જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. જયાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવશ્યકાદિ અવશ્ય કરવી જોઈએ. એ ક્રિયાઓના આલંબને આત્મા પ્રમાદમાં પડતો બચી જાય છે. વિભાવદશાનું અજ્ઞાન તેના મનોમંદિરમાં પેસી શકતું નથી. ભૂલથી તો બચવાનું છે પણ ભ્રમણાથી પણ બચવાનું છે. શિષ્યો ત્રણ પ્રકારના વરસાદ પડે પર્વત પલળે નહીં, પાણીનો સંગ્રહ પર્વત જેવા કરે નહીં અને પાણીને પોતાનામાં ઉતારે નહીં. - રેતી જેવા – વિશિષ્ટ પાક ન ઉગે. - કાળી ફળદ્રુપ માટી જેવા – પલળે – પોચી થાય, સંગ્રહ કરે અને પાક પણ ઉગાડે. W!!!!!4_1 મા jaiaYamini DAY AA ૧૭ 13753081246 1 - (nm<L diversimYimiti-અશivia Yenian
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy