SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દુશ્મન લાગતો આવતા ભવને મિત્ર બનશે.) દીકરો ધુંધવાયો. બાપ-દિકરો છેલ્લે બેઠા. દીકરો કહે ‘ચાલો ઘરે.’ બાપે શાંત કર્યો. ભત્રીજાએ પીરસવા માટે મીઠાઈનો કરંડીયો ઉપાડ્યો. બધાને જબરદસ્તી મીઠાઈ આપતો જાય. જયાં કાકા પાસે આવ્યો કે થાળીમાં પથરો મૂકી આગળ નીકળી ગયો. હવે દીકરો સીધો ઉભો થઈ ગયો. ‘ચાલો, હવે તો હદ થઈ ગઈ.' દીકરાને શાંત પાડતા બાપે કહ્યું' ‘દીકરા શાંત થા, ગુસ્સે ન થા. બે મિનિટ બેસ. એણે થાળીમાં પથરો સમજી વિચારીને મૂક્યો છે. બધાની પહેલા મારાથી ન ખવાય. બધા જમી ૨હે પછી જ જમાય.' આમ કહી ઊભા થઈ ભત્રીજાના હાથમાંથી કરંડીયો લઈ કહે ‘લાવ, બધાને હું પીરસું છું.' આ સાંભળી ભત્રીજો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. સમાધિ એ Right Angle છે, સંકલેશ Wrong Angle છે. જામનગરમાં ચાર્તુમાસ પતાવી જુનાગઢના સંઘ રૂપે વિહાર કરવાના હતા. જેવા અમે બધા બહાર નીકળ્યા, એક છોકરો આવીને મને કહે ‘તમને હાર્ટ જેવું છે કે નહીં કે ફેઈલ થઈ ગયું છે? હું વિચારમાં પડ્યો. આમ પૂછવાનું કારણ પૂછયું. તો કહે : ‘જરા પાછળ વળી તો જુઓ આખો સંઘ ચોધાર આંસુએ ૨ડે છે ઘ૨ના વ્યક્તિની વિદાય માટે પણ કોઈ આવું રડ્યું નથી અને તમે એમની વેદના જરા પણ સમજતા નથી.' બસ આજ તાકાત છે અમારા સાધુ જીવનની. ‘પુદ્ગલોનો સ્કંધ પુદ્ગલો વડે લેપાય છે, પણ હું લેપાતો નથી, જેમ અંજન વડે વિચિત્ર આકાશ.' એમ ધ્યાન કરતો આત્મા લેપાતો નથી. આત્માની નિર્લેપદશાનું ધ્યાન પણ કેવું પ્રબળ અસર કરનારું છે? ધ્યાન કરો... ધ્યાનની ધારા જયાં સુધી ચાલતી રહે, આત્મા ત્યાં સુધી કર્મમલિન થાય જ નહીં? ‘મારે કર્મના કાદવથી લેપાવું નથી.' એ દૃઢ પ્રણિધાન ક૨વામાં આવ્યું હોય, ત્યારે જ કર્મથી નિર્લિપ્ત બન્યા રહેવાની પ્રવૃત્તિ થાય. જેટલું પ્રણિધાન દૃઢ, તેટલી પ્રવૃત્તિ વેગીલી અને પ્રબળ બને. કર્મમુક્ત બનવાની તમન્ના જાગી ગયા પછી, કર્મજન્ય સુખો પ્રત્યે નફરત પેદા થાય. અતિ આવશ્યક સુખ-ભોગમાં પણ અનાસક્તિની સાવધાની રહે. પુદ્ગલ પરિભોગમાં સુખબુદ્ધિ કે રસવૃદ્ધિ પેદા થતી હોય તો સમજવું જોઈએ કે ધ્યાન પ્રબળ નથી. ધ્યાનથી પૂર્વ ભૂમિકામાં પ્રણિધાન દૃઢ નથી. આવી પરિસ્થિતિમાં જીવ LAW IN ||4| THATT*** મા | ન || | | || ૧૬ ALTWEETU (*)#* I RAME M ||૪|||||||8||-|
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy