SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કામ છોડી શકશો પણ કડક દંડ વિના ખરાબ કામ છોડી નહીં શકો) ખરાબ કામ દંડ વિના છોડી ન શકો તેનું કારણ શું? ખરાબ કામ કર્યા પણ ખરાબ કામના સંસ્કાર છોડ્યા નથી માટે નિયમ લઈ લો. ગુસ્સો ન કરવો ને જે દિવસે ગુસ્સો આવે તેના બીજા દિવસે ચૌવિહારો ઉપવાસ કરવો. નિયમ લીધો. ઘરે કાગળ લખ્યો. આ દિવસે હું આવું છું. ઘરવાળાને થયું આ ડોસાની મોંકાણ ફરી ચાલુ થશે. કેટલાક માણસો ઘરમાં દાખલ થાય છે ત્યારે “હાશ' નો અનુભવ કરે છે તો કેટલાક માણસો ઘરમાંથી બહાર જાય છે ત્યારે કુટુંબ “હાશ'નો અનુભવ કરે છે. જીભને ગેરેજમાં રાખશો તો ફાવી જશે. પાણી બેફામ ચાલે તો ગામ આખું બરબાદ થાય અને વાણી બેફામ ચાલે તો કુટુંબ આખું તારાજ થાય. ઘરમાં આવ્યા. બેગ મૂકી ત્યાં દીકરાની વહુના હાથે કપ-રકાબી તૂટ્યા. જોયું. પછી બોલ્યા, ‘ભલે તૂટયા, તમને લાગ્યું તો નથીને?” વહુને નવાઈ લાગી (સ્વભાવ સુધર્યો કે ચૌવિહારા ઉપવાસે સ્વભાવ સુધાર્યો) વહુએ દીકરાને વાત કરી “બાપાનો સ્વભાવ બદલાયો છે.” “કેમ?' સવારના આવ્યા ત્યારે મારા હાથે કપ-રકાબી તૂટયા તો ય કાંઈ બોલ્યા નહીં. આખો દિવસ શાંત બેઠા રહે છે. “હશે” બે મહિના બરાબર ચાલ્યું. એક દિવસ દીકરો જમવામાં મોડો પડ્યો. દીકરાનું વીલું મોટું જો ઈ કારણ પૂછયું તો કહે “ધંધામાં ૫૦ હજારની ખોટ ગઈ' ગુસ્સામાં બોલ્યા “ધંધો કરતા આવડે છે કે નહીં. કેવી રીતે ગયા?” પછી એમનો નિયમ યાદ આવ્યો. દિકરાવહુને કહ્યું આવતી કાલે મારે ચૌવિહારો ઉપવાસ કરવાનો છે. પાલીતાણાની . યાત્રા દરમ્યાન મ.સા. પાસે નિયમ લીધો હતો. ગુસ્સો આવે તો બીજા દિવસે ચૌવિહારો ઉપવાસ કરવો. દિકરા-વહુને ત્યારે ગુસ્સો ન કરવાના કારણની ખબર પડી. (પોતાની કમજોરીને ખ્યાલમાં રાખીને નિમિત્તોથી બચાવે તે પરમાત્મા છે) કાકાના ભત્રીજાને ખબર પડી નિયમની. વિચારે કે કાકાનો કંટ્રોલ ગજબનો છે. મનની અસમાધિના ત્રણ કારણો છે (૧) પીડા, (૨) પરીક્ષા (૩) પ્રલોભન આ ત્રણેમાં જો સમાધિ ટકે તો બાહ્ય કોઈ કારણો કામ ન લાગે. ભત્રીજાએ બધા સગા-સંબંધીઓને પત્રિકા આપી. એક કાકાના ઘરને છોડીને. “પાલીતાણાની જાત્રા કરી આવ્યા છે મારા કાકા, તે નિમિત્તે જમણવાર રાખ્યું છે! (તમે તમારા સગા આમંત્રણ ન આપે તો જાવ ખરા? E જા) ૧૪ નYRI E TY : RECEMાણા III
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy