SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથે ગુણસ્થાનકે ચીકાશ છે તેલની. પાંચમાં ગુણસ્થાનકે ચીકાશ છે ઘીની. કર્મની ચીકાશના ક્ષેત્ર બધા અલગ અલગ છે. પાણીની ભીનાશ કયા ક્ષેત્રે? ‘પ્રિતી અવંતી પર થકી, જે જોડે તે તોડે.” પહેલે પગથિયે અટકે તે ચોથે પગથિયે પણ ટકી શકતો નથી. ચોથે પગથિયે જવા માટે જે પહેલું પગથિયું છોડવાનું સામર્થ્ય કરે તેના માટે કશું અશક્ય નથી. ચીકાશને ભીનાશમાં કન્વર્ટ કરવાનું છે. ઘી જેવા કર્મો અનંતા સંસાર રખડાવે છે. જયારે પાણીની ભીનાશવાળા કર્મો બે ચાર ભવ પછી મોશે પહોંચાડે છે. ઘી-તેલ જેવા ચીકણા રાગ-દ્વેષને પાણી જેવા પાતળા બનાવી દેવા કટીબધ્ધ બનવાનું છે. ' પૌગલિક ભાવોનો કરનાર, કરાવનાર અને તેને અનુમોદન આપનાર નથી એવા વિચારવાળો આત્મજ્ઞાની કેમ લેપાય? હું પુદ્ગલ ભાવોનો કર્તા નથી, હું પુદ્ગલ ભાવોનો પ્રેરક નથી, હું પુદ્ગલ ભાવોનો અનુમોદક પણ નથી.' આ વિચારથી આત્મ તત્ત્વને ભાવિક કરવાનું છે. તે માટે વારંવાર આ વિચાર કરવાનો છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્વગુણોનો જ કર્તા - ભોક્તા છે. અનંતા ભવ બગાડે તેવા મનના ભાવ મારે બગાડવા નથી. એટલું કહો એકાદ વખતના નુકસાન માટે સહેલું છે; પણ વારંવાર થતા નુકસાન માટે ખૂબ મૂશ્કેલ છે. પાણીની કક્ષા જેવો જેનો રાગ છે, તેનો મોક્ષ વહેલો છે. તેને કોઈને પૂછવાની જરૂર પડતી નથી. પાલીતાણાની યાત્રા કરી એક ભાઈ વંદન કરવા આવ્યા. વાત શરૂ કરી. “આજે ખૂબ આનંદ આવ્યો. દસ હજારમાં પ્રક્ષાલનો લાભ મળ્યો. મ.સા. કહ્યું “દસ હજાર ગયા તો તીજોરીમાંથી ગયા. તારું શું ગયું? (ચડાવો લઈને પૈસા ઓછા નથી કર્યા પણ તાદાત્મક ભાવ તેના પ્રત્યેનો ઓછો કર્યો. પૈસા પ્રત્યેનો ભાવ ઓછો કર્યો એટલું કહો. ભગવાન કહે છે. “ઘીની ચીકાશ છોડી તેલની ચીકાશમાં આવે અને તેલની ચીકાશમાંથી પાણીની ભીનાશમાં આવ.' કષાયની માત્રામાં ફેર પડ્યો છે એટલું કહો) યાત્રા કરવાનો આનંદ આવ્યો તો એ નિમિત્તે એક નિયમ લો, ગુસ્સો ન કરવો. “ગુસ્સો તો આવી જ જાય. ખાવાનું ન હોય તો ચાલે?' (ખરાબ Bastars Sisters ક rida Yassessmetics YE ૧૩ | Tags gujaratsamitis B and Emai Years Eligibia Natiણા
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy