SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત ચક્રવર્તી દક્ષિણ ભરતને સાધીને ઉત્તર ભરતમાં આવ્યા ત્યારે ત્યાંના પરાક્રમી મ્લેચ્છોએ ચક્રવર્તીના સૈન્યો ઉપર હુમલો કર્યો. તેમાં નહિ ફાવવાથી અર્જુમ તપ કરી પોતાના કુળદેવ મેઘમુખ દેવની આરાધના કરી. પ્રગટ થયેલા દેવે ચક્રવર્તીના સૈન્યને હેરાન કરવા મૂશળધાર વર્ષાદ વરસાવ્યો. આથી ચક્રીએ ચર્મરત્નનો સ્પર્શ કર્યો એટલે તે ભૂમિમાં બાર યોજન વિસ્તાર પામ્યું. તેના ઉપર સઘળું સૈન્ય રહ્યું. ચક્રીના સ્પર્શથી છત્ર રત્ન પણ બાર યોજન વિસ્તૃત બનીને ઉપરના ભાગમાં છવાઇ ગયું. ચર્મરત્નના બરોબર મધ્યભાગમાં મણિરત્ન રાખવાથી સર્વત્ર પ્રકાશ ફેલાઇ ગયો. સાત રાત પછી વૃષ્ટિ બંધ થઇ ગઇ. આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ ચર્મરત્ન અને છત્રરત્નના વિસ્તારથી સૈન્યનું રક્ષણ કર્યું. આ ઘટનાને અહીં ગ્રંથકાર મહાત્માએ આધ્યાત્મિક દૃષ્ટિએ મુનિમાં ઘટાવી છે. नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद्भाति, क्षमां रक्षन् प्रयत्नतः ||४|| (૪) નવ-વ્રહ્મ-સુધાષ્ડ-નિષ્ઠા-અધિષ્ઠાય:-નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અમૃતકુંડની સ્થિતિના સ્વામી (અને) પ્રયત્નત:-કાળજીથી ક્ષમા-સહિષ્ણુતાને (પૃથ્વીને) રક્ષન્-રાખતા મુનિ:-સાધુ નાતો-શવ-નાગલોકના સ્વામી (શેષનાગ)ની જેમ મતિ-શોભે છે. (૪) નવપ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃત કુંડોની સ્થિતિના સ્વામી અને પ્રયત્નથી ક્ષમાનું પાલન કરતા મુનિ નાગલોકના સ્વામી શેષનાગની જેમ શોભે છે. શેષનાગ નવ અમૃત કુંડોનો અધિષ્ઠાતા છે અને ક્ષમાને=પૃથ્વીને ધારણ કરે છે એવી લોકોક્તિ છે. આ લોકોક્તિને અહીં મુનિની સાથે ઘટાવવામાં આવી છે. બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવામાં સમર્થ હોવાથી મુનિને તેના સ્વામી કહ્યા છે. मुनिरध्यात्मकै लासे, विवेकवृषभस्थितः । શોમતે વિરતિજ્ઞપ્તિ-જ્ઞાૌરીયુત: શિવ: ||| (૬) અધ્યાત્મ-જ્ઞાસે-અધ્યાત્મરૂપ કૈલાસમાં વિવે– 5-વૃષમ-1 f-સ્થિત:-વિવેકરૂપ વૃષભ ઉપર બેઠેલા વિરતિજ્ઞપ્તિ-જ્ઞાૌરીયુત:-(=વિરતિ-i, પ્તિ-ૌરી-યુત:) ચારિત્ર રૂપ ગંગા અને જ્ઞાનરૂપ પાર્વતીથી સહિત મુનિઃ-મુનિરૂપ શિવઃ-મહાદેવ ગોમતે-શોભે છે. (૫) અધ્યાત્મ રૂપ કૈલાસ પર્વતમાં વિવેક (=સત્યાસત્યનો નિર્ણય) રૂપ વૃષભ ઉપર બેઠેલા અને વિરતિરૂપ ગંગા અને જ્ઞાનરૂપ ગૌરીની સાથે રહેતા મુનિરૂપ મહાદેવ શોભે છે. મહાદેવ સ્ફટિકમય કૈલાસપર્વતમાં વાસ કરે છે. વૃષભ તેનું વાહન છે. ગૌરી ૪ ૧૭૧
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy