SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે તારો ભાઈ હાથી પર બેસી ઠાઠમાઠથી તને મળવા આવે છે. જલ્દી આરતી તૈયાર કર. આરતી લઈ બેન બારણે ઊભી રહી ગઈ. ભાઈ આવતા ઓવારણા લીધા. આરતી ઉતારી સુંવાળી રેશમની ગાદી પર બેસાડે છે. જમવામાં વિવિધ પકવાનો તૈયાર કરે છે. ચાંદીની થાળી પીરસાઈ. ભાઈ! હવે જમવાનું શરૂ કરો. ત્યારે ભાઈએ પોતાના દાગીના કાઢ્યા અને બાસુંદીમાં ઝબોળી કહ્યું, હે દાગીનાઓ તમે જમો. બેન કહે છે ભાઈ! ગાંડા તો નથી થયા ને? ત્યારે ભાઈ કહે છે, ના બેન, હવે તો હું ડાહ્યો થયો છું. આ મારું જમવાનું નથી. આ તો આ શણગાર જોઈ પીરસવામાં આવ્યું છે. મારું જમવાનું તો આ છે. એમ કહી સૂકો બાજરીનો રોટલો કાઢે છે. ત્યાં બેન રડી પડે છે. ભાઈ, મને માફ કર. ધનના મોહમાં પાગલ થઈ ગઈ હતી. ભાઈ કહે છે, બેન, રડ નહિ. જ્ઞાનીઓએ બતાવેલ સંસાર સ્વરૂપને હું જાણી ગયો છું. તને સમજાવવા માટે જ આવ્યો છું. પ્રભુ તને સુખી રાખે. આમ કહી ભાઈ બેનને ઘણા રત્નો-આભૂષણો ભેટ આપે છે. લોહીની સગાઈરૂપ આ નાતો છે. એકવાર બેન, તારી ઉપર ક્રોધ હતો પણ હવે નિર્મળ બન્યો છું. મને કોઈ ઉપર દ્વેષ નથી. હવે હું મારા માર્ગે જઈશ... જીવનનો માર્ગ સ્તવનમાં.... (રાગ : આ જ તુજકો પુકારે મેરે ગીત...) જુઠા જગની જોઈ મેં જૂઠી રીત રે, જૂઠી રીત રે... જૂઠી રીત રે.... જૂઠી મમતા.. જૂઠી પ્રીત રે... જૂઠા... (1) મધપૂડામાંહે મધ જ્યાં લગી છે, મધ જ્યાં લગી છે... માખીના ફેરા બસ ત્યાં લગી છે, ત્યાં લગી છે... | મધ ખૂટે મધમાખીની પૂરી થાયે પ્રીત રે... (૨) મારૂં મરણ જ્યારે નજદીક આવે, નજદીક આવે, સ્નેહી સ્વજનને મતલબ રડાવે, મતલબ રડાવે, મારા કરતાં વ્હાલું સૌને પોતપોતાનું હિત રે... (૩) C PS2 - • ૬૩ • =
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy