SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પામ્યો હોય તો વૈરાગ્ય તરફ વળે અન્યથા આગમાં બળે. સુખનો સૂરજ લાવવા સ્વયં સમજણ લાવવી જ પડશે. જીવનનો અંત આણવા ભાઈ કૂવાની પાળે ચડ્યો છે. તમાચાના માર કરતાંય તિરસ્કારનો માર ભયંકર છે. સંસારમાં એકબીજાનો તિરસ્કાર કરવાનું બંધ કરો. એ સમયે ત્યાંથી સાધુઓનું વૃંદ વિહાર કરતા નીકળ્યું. ભાઈ! જરીક ઊભો રહે. અવાજની દિશામાં જોયું તો સાધુઓ. ધન્ય ભાગ મારા! મુનિદર્શન મળ્યા. ચોક્કસ સારું થશે. ગુરૂદેવની વાત્સલ્યયુક્ત વાણી સાંભળી મસ્તક ઝુકાવી ધ્રુસકે ધ્રુસકે રડે છે. પોતાની આપવીતી સંભળાવે છે. ગુરૂદેવ ઉદય અને અસ્તની વાત સમજાવે છે. શામ સૂરજકો ઢલના શિખાતી હૈ, ઠોકરે ઈન્સાન કો ચલના શીખાતી છે. ભાઈ, તને લાગેલી ઠોકર જ તને મહાન બનાવશે. ગુરૂદેવ કહે છે પાછો બેનના ગામે જા. મન માનતું નથી છતાં તહત્તિ કરી આશિષ મેળવે છે. “જ્યાં ઠોકર લાગે ત્યાં ખોદજે.” આ આજ્ઞા લઈ નીકળ્યો. મહાપુરૂષોની મહાનતા કેવી છે કે એકબીજાનું નામ પણ પૂછ્યું નથી. આગળ ચાલતા રસ્તામાં ઠોકર વાગે છે. ગુરૂના વચનને યાદ કરી ખોદે છે તો ત્યાં રત્નના નિધાન નીકળ્યા. નિધાન એક જગ્યાએ રાખી ધંધાની શરૂઆત કરે છે. ૨૪ માસમાં ક્રોડોની સંપત્તિ મેળવી. હોંશિયારી અને વાકચાતુર્યથી રાજદરબારમાં પણ ઊંચું સ્થાન મેળવી લીધું. રક્ષાબંધનનો દિવસ આવતા અચાનક બેનની યાદ તાજી થઈ. રાજા પાસેથી અનુજ્ઞા મેળવી હાથી-ઘોડા સાથે બેનના ગામના પાદરે આવ્યો. સૈનિકોને બેનના ઘેર મોકલાવે છે. નામ-ઠામ અનુસાર સૈનિકો બેનના ઘરે જઈ ‘તમારો ભાઈ આવ્યો છે એ પ્રમાણેના સમાચાર આપ્યા. રાજના સૈનિકો જોઈ બેનના મનમાં શંકા પડી કે નક્કી ભાઈએ કાંઈક ગરબડ કરી હશે. “મારો કોઈ ભાઈ નથી. આ જવાબ આપી દીધો. સૈનિકો પાછા આવ્યા. બીજા માણસોને મોકલાવ્યા. આજ ઘર છે, આજ બેન છે. બેન, તમને તમારો ભાઈ બોલાવે છે. બેન કહે છે, મારો કોઈ ભાઈ જ નથી. બેન વિચારે છે ઘર બંધ કરી અહીંથી ચાલ્યા જવામાં જ હમણા મજા છે. સૈનિકો આવીને ભાઈને સમાચાર આપે છે. ભાઈ વિચારે છે આ સંસારનો ત્રીજો ફટકો છે... બેન નથી ઓળખતી તો હું તો ઓળખું છું ને? ભાઈ બેનના ઘર તરફ આગળ વધ્યો. આ બાજુ બનેવી પાછલે દરવાજેથી ઘરે પહોંચી જઈ • ૬૨ ૦.
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy