SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 'વયણે અમત, નયણે કરૂણા.... બોલવું સારું અને કરવું ખરાબ.. છે. ધંધામાં કોઈના પૈસા લેવા પછી આપવા જ નહીં.. હાજરીમાં પ્રશંસા કરવી અને ગેરહાજરીમાં નિંદા. દિવસના પ્રકાશમાં સજન દેખાવવું અને રાતના અંધકારમાં શેતાનિયત આચરવી.. છે મનમાં જુદું અને વાણીમાં વર્તન જુદું... જાતજાતના બહાના હેઠળ કમજોરીનો બચાવ કરવો આ બધું છે ખોટું જીવન.. દંભના પડદા ઓઢીને જીવાતા જીવન તરફ “જ્ઞાનસાર' ગ્રંથ સમ્યફ સમજણ આપે છે. કારમી કરૂણતાના ભોગ બનેલાને પ્રેમથી સાચી સમજણ આપી રહ્યા છે. દશ્ય જગત અને દૃષ્ટિ જગતની વાસ્તવિક્તા ‘પૂર્ણતાના અષ્ટકથી સમજાવી રહ્યા છે. યશોવિજયજી મહારાજ. સામગ્રીથી નહીં પણ સદ્દગુણોથી આત્મા સુધી બને છે આ વાત યશોવિજયજી મહારાજ શુક્લપાક્ષિક કક્ષાથી સમજાવી રહ્યા છે. જીવમાત્ર ઉપર વાત્સલ્ય પ્રતિષ્ઠિત થઈ જાય તો સમક્તિની સંભાવના ચોક્કસ નિર્માણ થઈ જાય છે. વિધેયાત્મકનો પ્રસાર કરવાનું ઈનામ પણ અહીં જ મળે છે અને નકારાત્મકને ફેલાવવાની સજા પણ અહીં જ અનુભવાય છે. અનંતજ્ઞાનીઓ આ શક્તિના કાળમાં સામર્થ્યને ફોરવી લેવાની પ્રેરણા કરે છે. પાંચેય ઈન્દ્રિયો સાબૂત હોય, શરીર સ્વસ્થ હોય, મન મજબૂત હોય ત્યારે ધર્મસાધનાથી જીવન હર્યુંભર્યું બનાવી લેવું જોઈએ... આવર્તોના આવર્તે કૃષ્ણપક્ષની જેમ પસાર થઈ ગયા છે. મૂલ્યવાન ચીજો કદાચ મળી તો જાય તો તેને જાળવી રાખવાની સાવધગીરી તો પળેપળે રાખવી પડે છે. ભ્રમણામાં રહી ગયા તો નિશ્ચિત સમજી રાખવાનું કે જીવન સફળ બનાવવાની અને જીવન સાર્થક બનાવવાની અનંતકાળે આવેલી તક વેડફાઈ જવાની છે. - ૪૨
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy