SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નિંદા એ દુર્મતિ આપી છેવતે દુર્ગાત આપે છે. તપ-ત્યાગ જેવા આત્મિક ગુણોને બાળનાર આગ જેવી નિંદા છે. ગુણોને યાદ કરી વંદન કરીએ... શીતલ ચંદન જેવા વંદન, ભવભવના કર્મોના બંધન તોડી નાખે છે. ચતુર્વિધ શ્રી સંઘને તો રત્નાકરની ઉપમા આપવામાં આવી છે. ગુણદૃષ્ટિ કેળવ્યા વિના પૂર્ણદૃષ્ટિ આવવી મુશ્કેલ છે. અંતરમાં વિચારો વિરાટના રાખીશું તો એક દિવસ આપણે પોતે જ વિરાટ બની જશું. દુર્ગુણી પણ ગુણવાન આત્માના ગુણગાન ગાય તો સદ્ગુણી બની જાય. ‘અપૂર્ણ પૂર્ણતામેતિ' એટલે પૂર્ણ થવું હોય તો અપૂર્ણ થવું પડે. જે ખાલી થઈ શકે તે જ ભરાઈ શકે છે. આસક્તિથી ખલાસ થશો તો વિરક્તિથી ભરાશો. પુદ્ગલ પ્રેમથી ખાલી થશો તો આત્મગુણોથી ભરાશો. પૂર્ણતા સ૨વાળે શૂન્યતા, બાહ્યાનંદથી અપૂર્ણતા સરવાળે શાશ્વતપૂર્ણતા. બિરબલને દુશ્મન રાજા કહે છે મારામાં અને તારા રાજામાં ફરક શું? બુદ્ધિશાળી બિરબલ કહે છે, બાદશાહ આપસે અકબર બાદશાહ છોટે હૈં. આપ પૂનમ કે ચાંદ હો ઔર અકબર બાદશાહ તો બીજ કે ચાંદ હૈ. પોતાની પ્રશંસા સાંભળી રાજા ખુશ થયા. રાજાએ બિરબલને લાખો સોનામહોરો ભેટ આપી. રાજાઓ ખુશ પણ જલ્દી થઈ જાય અને ગુસ્સે પણ તરત ભરાઈ જાય. બિરબલે આપેલા જવાબના સમાચાર અકબરના દરબારમાં પહોંચી ગયા. અકબર વિચારે છે, આવવા દે. બિરબલ જ્યારે અકબરના દરબારમાં આવીને બાદશાહને નમસ્કાર કરે છે ત્યારે અકબર તાડૂકી ઉઠે છે, ‘તારૂં કાળું મોઢું નહીં બતાવતો. સિપાઈઓ, લઈ જાઓ બિરબલને, ચડાવી દો ફાંસીએ.' સિપાઈઓ ઘેરી વળ્યા. દુશ્મન પાસે એની મોટાઈની પ્રશંસા કરી મને હલકો પાડ્યો... બિરબલ કહે છે, બાદશાહ! મારી વાત તો સાંભળો... બાદશાહ કહે છે કે મારે કાંઈ નથી સાંભળવું. બિરબલ ગમે તેવો તોય બિરબલ હતો. ખુલાસો કરવાની તક સૌને મળવી જોઈએ. પાણીમાં ડૂબેલી વ્યક્તિને બચાવવા માટે પાણી પણ એને બે-ત્રણ વાર ઉપર લાવે છે. બચવાની તક આપે છે. માણસ પાણીથી પણ નીચે ગયો. જીવન વ્યવહારમાં જેની સાથે રહો એને નિખાલસ ભાવે ખુલાસાની તક આપો. મોટાભાગની ગેરસમજો દૂર થઈ જશે. ખુલાસાઓ ખુલ્લા દિલના પડઘા છે. ચાન્સ આપતા શીખો. આટલું થઈ જાય તો કજીયા કલેશ - કંકાસની હોળીઓ થતી અટકશે, નહિં તો પાછળથી આંસુ પાડવા પડશે. સંબંધો બાંધતા સમય લાગે પણ તૂટતા ઘડીનો છઠ્ઠો ભાગ પણ નથી લાગતો. • 33 · =
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy