SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 'ઉત્તમતા ગુણ ગાવો રે....! - જ્ઞાનસાર ગ્રંથ દ્વારા ઉપાધ્યાયજી મહારાજ સૌ જીવોને સાચી સમજણ આ ‘પૂર્ણતાના અષ્ટક દ્વારા આપી રહ્યા છે. સમય ઘણો બળવાન છે. સમયને સાર્થક કરી લેવા જેવું છે. આરાધના દ્વારા આરાધકભાવને પુષ્ટ બનાવવાની દિશામાં પગરણ મંડાય તો કામનું. ગુણદષ્ટિને કેળવવા માટે અનુમોદનાની સ્થિતિમાં આવી જાઓ. ચતુર્વિધ શ્રીસંઘમાં જયાં આરાધના/આરાધકભાવ દેખાય ત્યાં ઝૂકી પડજો.. કે અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈથી વરસીતપ કરતા ભાયંદરના નવીનભાઈ હોય કે સજોડે અમના પારણે અઠ્ઠમ કરી શત્રુંજયની ૮-૮ યાત્રાઓ કરતા કચ્છ લાયજાના ટોકરશીભાઈ હોય! કે શત્રુંજયે ૪૦૦-૪૦૦ ચોવિહારી છ કરનારા અરિહંત સિદ્ધ હોય! કે બારસાસૂત્ર કંઠસ્થ કરી આખી સભાને ડોલાવતા આ. શ્રી અજિતયશસૂરિજી હોય કે પાંચ હજાર જુવાન હૈયાઓને વ્યસનોથી વાળી સન્માર્ગે લાવતા પં.શ્રી ચંદ્રશેખરવિજયજી ગણી કે આ.શ્રી વિજય હેમરત્ન સૂ.મ. હોય, પૂ.આ.શ્રી રત્નસુંદર સુ.મ. હોય કે પૂ.આ.શ્રી યશોવર્મ સૂ.મ. હોય! કે કેન્સરની ભયંકર વેદનાની વચ્ચેય રોજના પરમેષ્ઠીને ૧૦૮ ખમાસમણા દેનારા આપણા ભવોદધિતારક ગુરૂદેવ ગુણસાગરસૂમ. હોય કે શત્રુંજયતીર્થની તમામ પ્રતિમાને ૩-૩ પંચાંગ પ્રણિપાતપૂર્વક ખમાસમણ દેનારા પૂજય આ.ભ. શ્રી વિજયરામચંદ્રસૂ.મ. હોય કે લગાતાર ૪૧-૪૧ વર્ષથી અખંડ વરસીતપની ધારામાં આત્માને ભીનું બનાવનારા આ.શ્રી ગુણોદયસાગરસૂ. મ. હોય કે પછી ૨૮૯ વર્ધમાનતપની ઓળી કરનારા આ.શ્રી રાજતિલક સૂ.મ. હોય કે સા.શ્રી હંસકીર્તિશ્રીજી હોય! કે ૧૬ ઉપવાસથી વરસીતપ કરનારા સરસ્વતીબેન હોય કે ૪ વર્ષની ઉંમરે અઠ્ઠાઈની તપશ્ચર્યામાં ઝુકાવી દેનારો સાગર કાં ન હોય! તપ-જપ-ધ્યાન-જ્ઞાન-સ્વાધ્યાય - વૈયાવચ્ચ - સહનશીલતા - દાક્ષિણ્યતા - ઉદારતા આદિ ગુણો જ્યાં પણ દેખાય ત્યાં નમસ્કાર કરી દો.. અંતરને અહોભાવથી છલકાવી દો! “જિન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ.” હે જીવ! આ પાવન સ્થળે આવીને આટલું તો શીખી જ જજો. જ્ઞાનસારના અભ્યાસથી તો કર્મ ખપે પણ ગુણીજનોના ગુણ ગાતાં પણ કર્મ ખપે. ચતુર્વિધ શ્રીસંઘના અવર્ણવાદ ક્યારેય નહિ કરતા. નિંદા કદાચ ગમશે = • ૩૨ • –
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy