SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ત્યાં એને રાજા એક સવાલ પૂછે છે કે બોલ બિરબલ! મારામાં અને તારા અકબરમાં શું ફરક? તમો કોઈપણ પક્ષમાં હો પણ સાચું હોય તે સાચું બોલવાની હિંમત તો હોવી જોઈએ. વીલપાવર મજબૂત જોઈએ. સાચાને સાચું અને ખોટાને ખોટું કહી શકવાની હિંમત તો જોઈએ. પરાધીનતા કે પરવશતા કોઈની શા માટે? ખુમારી તો જોઈએ જ. નીચા સ્થાને હોય પણ વાત તો ઊચી જ જોઈએ. નાગીલા નીચે બેઠી હતી પણ વાત ઊંચી હતી. ભવદેવ મુનિ ઊંચે હોવા છતાં વાત નીચી હતી. કોયલ નીચે હોવા છતાં વાણી મધુર, કાગડો ઊંચે ઉડે છતાં વાણી કર્કશ. તમે ગમે ત્યાં હો પણ તમારી વિચારણા / આદર્શ થીન્કીંગ - ડેસ્ટીનેશન તો ઊચું જ જોઈશે. લગ્નપ્રસંગે ચોરીમાં બેઠા હો અને ત્યારે તમને પૂછે કે લેવા જેવું શું છે? ખરેખર! અંતરમાં જે ઝણઝણે એ જ હોઠ પર રણઝણે. લગ્ન કરવા બેઠો હોય તોય બોલી ઉઠે - સંસાર માંડું છું પણ વિચાર તો એક જ છે સસ્નેહી પ્યારા રે સંયમ કહી મિલ. સમક્તિ દષ્ટિ આત્મા સંસારમાં કદાચ લાચાર હોઈ શકે પણ વિચારોથી તો મહાન જ હોય. કેદીને જેમ જેલમાં રહેવું પડે છે પણ ઈચ્છા નથી હોતી તેવી રીતે આ દેહમાં આત્મા રહે છે. મૂળનાયક ક્યાં છે તેની ખબર ઓછી પણ ખલનાયક કયો છે એની પાક્કી ખબર. કુમારપાળ મહારાજા હેમચંદ્રાચાર્યજીને કહે છે, ગુરૂદેવ! હું આપનો ભક્ત. જૈન ધર્મ મળ્યો હોય, આપ મને પરમાહર્ત કહેતા હો તો શું મારામાં એટલી લાયકાત નથી કે મને આપનો શિષ્ય નથી બનાવતા. મને કૃપા કરીને ચારિત્ર આપો. ગુરૂદેવ કહે છે “અંતિમ રાજર્ષિ થઈ ગયા હવે તારો નંબર ન લાગે.' આપ કહો તો મારું રાજય પણ છોડી દઉં. રાજ-રાજેશ્વરને જે સુખ નથી તે મહાવીરના માર્ગે વિચરતા સાધુ-સાધ્વીજીઓને હોય છે.” પ્રશમરતિમાં પૂજય ઉમાસ્વામિજી મહારાજ લખે છે કે ઈન્દ્ર-મહેન્દ્રોની પાસે ન હોય એવું સુખ સાધુનાં ચરણોમાં આળોટતું હોય છે. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂજય હરિભદ્રસૂરિજી મહારાજ પંચાલકજીના ૪૯માં શ્લોકમાં લખે છે કે – સાચો શ્રાવક રોજ સવારના ઉઠી મનોરથો કરે કે એવો ધન્ય દિવસ ક્યારે આવશે કે હું સંસારના સંગને છોડી અસંગદશાને પ્રાપ્ત કરીશ. આગારી માટી અણગારી બની પ્રભુના પંથે ક્યારે વિચરીશ? આજથી તમો પણ ઉઠીને આવી ભાવના ભાવો. કદાચ શક્તિથી લાચાર હોય પણ ભક્તિથી મહાન થઈ શકાય છે. = • ૩૦ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy