SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરમાં જે ઝણઝણે, હોઠે તે રણઝણે તે નબળા માણસો ઊંચે બેસે તો પણ એની વાત નીચી હોય અને સબળા (સજ્જન) માણસો કદાચ નીચે હોય તો પણ વાત ઊચી જ હોય. આચાર કદાચ લાચાર હોઈ શકે પણ વિચાર તો મહાન જ હોય! જે વખતે અંતરમાં ચેતના જાગે તે જ અવસરે ધર્મપંથે ઝુકાવી દો. સારી પરિસ્થિતિમાં ધર્મ કરી લ્યો. નબળી પરિસ્થિતિમાં અનુમોદના કરવા કામ લાગશે. સારું આચરણ કરવું સહેલું છે પણ સારો વિચાર કરવો મુશ્કેલ છે. કઠિન છે ભાવધર્મ પદાર્થ પ્રેમથી જેટલું હૈયું ભરી દેશો તેટલા આત્મ વૈભવથી ખાલી થશો. ભરવાની પહેલી શરત છે “ખાલી થવું.” બીજાને એકવાર ખુલાસાની તક આપો.. બોલતા આવડે તો જીંદગી જાહોજલાલી છે નહીં તો મોટી પાયમાલી છે. દેહમાં આત્મબુદ્ધિ, યુગલમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વની વ્યાખ્યા છે. - કાયાનો મોહ ન કરો. ઉપર ઢાંકણ ભલે ચાંદીનું હોય પણ અંદર તો ગટર છે. જ્ઞાનસારનો આ ગ્રંથ પ્રેરણાઓનો સાગર છે. આંતરચેતનાનું જાગરણ કરવાની શીખ આપે છે. ચેતનાના જાગરણમાં વિવેક રાખવાની મહત્ત્વની સૂચના આપે છે. વિવેક વગરનો પુરૂષાર્થ પણ નુકસાનદાયક છે. પુરૂષાર્થ સાચી દિશાનો હોય, સાચા અર્થનો હોય તો અજ્ઞાનતાના ઓઠા નીચે અટવાઈ ગયેલી ચેતના મૂળભૂત સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. ચેતનાને મૂળ સ્વરૂપમાં લાવવી હોય તો પુરૂષાર્થમાં વિવેકનો રંગ ભેળવી શાસ્ત્રોનું જ્ઞાન મેળવી સમજણને કેળવવાની જરૂર છે. પૂર્ણ બનવા માટે અપૂર્ણ બનવું પડે છે. જે અપૂર્ણ બને તે પૂર્ણ બને છે.” આ વાક્યમાં પણ ઘણું રહસ્ય છે. પૂનમનો ચાંદ પૂર્ણ બની ગયા પછી ફરી અપૂર્ણ બનતો જાય છે. એક વખત બિરબલ કોઈ બીજા દેશમાં ગયો. એ દેશનો રાજા | અકબરનો દુમન હતો. બિરબલને રાજં દરબારમાં લઈ આવવામાં આવે = • ૨૯ ,
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy