SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી મળી રહેશે પણ મારા બાબા માટે કાંઈક આપો. એટલે બાબાના પપ્પા ઊભા થઈ રમકડામાં પડેલી વીંટી લઈને ઉપાડીને આપી દીધી. ભીખારણ એ વીંટી પોતાના દીકરાને પહેરાવી આગળ ચાલવા લાગી. બાબાના પપ્પા અંદર આવ્યા. પત્નીએ જોયું કહ્યું; “કયાં ગયા હતા?' દરવાજે ભિખારણ આવી હતી બાળક માટે માંગી રહી હતી. એટલે રમકડામાં વીંટી પડી હતી તે આપી દીધી. “હે! વીંટી આપી દીધી?' હા કેમ? એ સાચી સોનાની હતી. સાંભળી એ તરત બહાર દોડયો. (તમે શું વિચારો? એ શા માટે દોડયો હશે?) આગળ જતી ભિખારણને બૂમ પાડી ઊભી રહે' છે શેઠ “મેં તને વીંટી આપી હતી ને?” “હા પાછી જોઈએ છે?” “ના હું પાછી લેવા નથી આવ્યો પણ તને કહેવા આવ્યો છું એ વીંટીને બીજા કોઈને આપીશ નહીં. એ વીંટી સાચી છે. માટે તું કોઈનાથી છેતરાઈશ નહીં સાવચેત રહેજે.” માગ્યા સમી મળે જગતમાં એક ચીજ તે પ્રીત માગ્યે કદી નવ મળે તે ચીજ પ્રીત.” આપણી માનસિક સ્થિતિ કયાં? અંત:કરણ સાથે ટેલી કરો : સ્મરણ શ્રવણ-દર્શન ત્રણે જીવનમાં ક્યાં છે? દુષ્કૃત કરતા હો તો ગમવું ન જોઈએ, સુકૃત કરતા હો તો ૧૦૦ ટકા ગમવું જોઈએ. સ્મરણ-શ્રવણ-દર્શનમાં આપણી કક્ષા કયાં છે? શક્તિ હોય છતાં ધર્મ નથી કરતા તે દંભ છે. યોગશતક ગ્રંથમાં : સમકિતિ આત્માને ખબર છે કે ભોગને દુર્ગતિમાં ખેંચી જવાની તાકાત છે છતાં તે ભોગમાં શા માટે કૂદે છે? પુદ્ગલોના ઉપભોગમાં જે મશગુલ છે તેનામાં વૈરાગ્ય દુર્લભ સમજવો. જીવનમાં જેણે આનંદની કક્ષા ઉત્તમ રાખી છે તેનું મોત અધમ નથી. જેણે પોતાના જ આનંદ માટે ઉત્તમ તત્વોને જીવનમાં કેન્દ્ર સ્થાને રાખ્યા છે એનું મોત અધમ થાય એવી કોઈ શક્યતા નથી. મુંબઈમાં વાલકેશ્વરમાં એક ભાઈ રહે. સંતાનો બધા પરણી ગયા હતા કહે : “સંસારમાં રહીએ એટલે વહેવારમાં જવું પડે, લગ્નમાં પણ જવું પડે. પણ જયારે લગ્નમાં જાઉં ને વરરાજાને જોઉં તો અંતઃકરણ રડે. એક સંસારના રાગના પાપમાં દુર્ગતિ કરશે.' ગામ સુરત-મુંબઈના ગીરીશભાઈ પેથાણી. તેમની દિકરીનાં લગ્ન હતાં. ત્યારે મંડપમાં સંયમના ઉપકરણો રાખ્યા હતા. ને જમાઈ સાથે ઉપકરણો રાખવાની શરતે કબૂલાત કરીને પછી વેવિશાળ કર્યું હતું. ઉપકરણો રાખવાની ના પાડત તો વેવિશાળ ફોક કરી દેત. એક જણ લગ્નમાંથી આજે શાળા આદાન ૧૯ શિકા માધવપલાળકourisdivali IAEARS
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy