SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ સીતેન્દ્ર માયાજાળ સંકેલી લીધી અને શ્રી રામના ચરણોમાં ભક્તિપૂર્ણ હૃદયે વંદના કરી. કેવળજ્ઞાનનો મહોત્સવ કરી પ્રસન્નતા અનુભવી. પુદ્ગલોથી નહિ ધરાયેલાને વિષયના તરંગરૂપ ઝેરનો ઓડકાર હોય છે. જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે. પુદ્ગલના પરિભોગમાં તૃપ્તિ? અસંભવ વાત છે. ગમે તેટલાં પુદ્ગલોનો પરિભોગ કરો અતૃપ્તિની આગ સળગતી જ રહેવાની. પૂ. ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસાર'માં વાત કહી છે. અગ્નિમાં ઈંધન નાંખવાથી અગ્નિ શાંત નથી થતો, પરંતુ તેથી તો અગ્નિની શક્તિ વધે છે અને ભડકો મોટો થાય છે! એમ જગતના પૌગલિક વિષયોના ઉપભોગથી તૃપ્તિ તો નથી થતી, પરંતુ અતૃમિની આગ વધે છે. જ્ઞાન તૃપ્ત થયેલા આત્માને ધ્યાનરૂપ અમૃતના ઓડકાર આવ્યા જ કરે છે. આત્માનુભવમાં લીન થઈ ગયા પછી આત્મગુણોમાં તન્મયતારૂપ ધ્યાન ચાલ્યા કરે છે. એમાં એવી દિવ્ય આનંદની... આત્માનુભૂતિ હોય છે કે તે મનુષ્યની સામે જગતના કોઈપણ પદાર્થ આવે તો પણ તે તેના પ્રત્યે આકર્ષાતો નથી. દેવપુરની બાજુમાં ગઢશીશા ગામ. એક જૈનેતર બેન રોજ પ્રવચન સાંભળવા આવે. માંડવી વિહાર કરવાના છીએ એવા સમાચાર મળ્યા કે વિહારના આગલા દિવસે પતિ સાથે મળવા આવ્યા. વંદન કર્યા. બેઠા. વાત કરતાં કહે આજે એક દુ:ખદ ઘટના બની. સ્કૂટર ચલાવતાં એમનાં હાથમાંથી વીંટી કયારે પડી તે ખબર ન પડી. કહેતાં આંખમાંથી આંસુ આવી ગયાં. તેમની સ્થિતિ સાધારણ એટલે હું કાંઈ બોલવા જાઉં તેનાથી પહેલા જ કહે વીંટી ગઈ એનો અફસોસ નથી પણ કોઈને મળી નહીં તેને અફસોસ છે. કોઈ લઈ જાત તો બે હજાર રૂપિયાની વીંટી કામ આવત પણ આ તો કોઈને મળી નહીં અને ધૂળમાં મળી ગઈ. શાસ્ત્રકારો કહે છે “ઝાડ પરની કાચી કેરી પકવવી હોય તો તેને ઘાસમાં નાખવી પડે. તેમ જીવનની ભવિતવ્યતા પકવવી હોય તો સુકૃતોની અનુમોદના કરજો. પાપને યાદ કરી દુ:ખી થવું. સુકૃતને યાદ કરી આનંદિત થવું સહેલું છે. પણ દુષ્કતને યાદ કરીને દુઃખી થવું બહું અઘરું છે. એક મમ્મીએ પોતાના બાળકને રમવા માટે વીંટી આપી. બાજુમાં તેના પપ્પા બેઠા હતા. બીજા રમકડાં અને વીંટી સાથે બાબો રમતો હતો. એવામાં દરવાજે એક ભીખારણ આવી. પોતાના બાબાને લઈને તે કહે, મને તો ગમે * * જો 28 મકાન પર છે. * કok a Yesters # writs S9First sta # # કલાક #ા શsizes a s
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy