SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ નાનો પ્રયોગ, ક્રિયાનો ઉપયોગ શ્રદ્ધાનો પાયો મજબૂત બનાવો. પાંચમા આરામાં શ્રદ્ધાને ટકાવવી તે આરાધના સુંદર જિનવાણી સાંભળવી પછી વાગોળવી આત્મચિંતન પ્રથમ છે પછી આત્મશુદ્ધિ કરો રાગ-દ્વેષ ટળે તો વિતરાગતા મળે તો મોક્ષના શમણાં ફળે નહિં તો લાખ ચોરાસીમાં ટળવળે.. ધર્મકર્તવ્યને બળ આપે એવી શ્રાવિકાની પ્રાપ્તિ પાપોદયમાં પુણ્યોદય છે. જ્ઞાનસારની અંદ૨ ક્રિયાની મહત્તા બતાવતાં જણાવે છે કે જેઓ ક્રિયા માર્ગને ગૌણ કરી નિશ્ચયને પામવાની વાત કરે છે, પ્રભુને પામવા માટેનો માર્ગ બતાવે છે તે યોગ્ય નથી. માણસ ઊંચો હોય તો તેની ભાષા પણ ઊંચી હોય છે. મંદિરના દરેક શિલ્પની પાછળ નક્કી ગણિત હોય છે. નીચા મકાનના પાયા ઊંચા ન હોય તો ચાલે પરંતુ ઊંચા મકાનના પાયા ઊંડા હોય છે. પાયો મજબૂત જોઈએ. ચિંતનમાં ઊંડો ઉતરનાર મહાન છે. પ્રવચનની બે પ્રકારની શૈલી હોય છેઃ ખંડનાત્મક અને મંડનાત્મક. બંને પ્રવચનની શૈલી હોવા છતાં બંનેમાં ફરક કયાં પડે છે. અકબરના દરબારમાં એક વણકર કાપડનો મોટો તાકો લઈને આવ્યો. ત્રણ માણસો એ તાકાને ઉપાડી લાવ્યા હતા. રાજા વણકરને પૂછે છે આ તાકાની અંદર કેટલું કાપડ છે? વણકરે કહ્યું, ઘણું કાપડ છે. રાજાએ કહ્યું કાપડનું માપ તો હશેને ? વણકરે કહ્યું, બાદશાહ આપની સાત પેઢીને કફન થાય એટલું આ કાપડ છે. બાદશાહ આ સાંભળી એકદમ ગુસ્સે થઈ ગયો. બાદશાહે કહ્યું આવું બોલનારને તો ફાંસીની સજા મળવી જોઈએ. બીરબલે બીજી જ ક્ષણે બાદશાહને કહ્યું બાદશાહ! આ વણકરના કહેવાનો મતલબ આપ ન સમજ્યા. વણકર કહે છે, રાજાની સાત પેઢીને કાપડ ખરીદવાની જરૂર નથી. એ કાપડમાંથી કફન પણ થઈ જશે, એટલું આ કાપડ છે. બાદશાહે કહ્યું, એમ વાત છે. એને ઈનામ આપો.... પૂજ્ય ગુરૂદેવશ્રી નાનો હતો ત્યારે આવી જ એક વાત કરતા હતા. એક રાજાને પણ KT_ACKT_OVE_KI_T_CULATE_TITLE : ૨૮૫ | |___!$23_07_15227_* *!!!ITE_____!P****** Use Yenisen es most OR CYCLE celine
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy