SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ, શ્વાન જેવી નહિ. સિંહ ઉપર કોઈ તીર છોડે તો તે તીરને નહીં તીર છોડનાર કોણ છે નજર એની ઉપર નાંખશે. જયારે શ્વાન તીરને જ કરડવા દોડશે. જિન તત્ત્વ કહે છે નિમિત્ત પર રાગ-દ્વેષ કરવા તે સ્થાન દષ્ટિ છે અને કર્મરૂપ કારણને તોડવાનો પુરુષાર્થ કરનાર એ સિંહદષ્ટિ છે. તીર ગુનેગાર નથી. નિશાનેબાજ ગુનેગાર છે. કર્મો કરનાર કોણ? આપણે જ. નિમિત્તે કારણથી ચિત્ત વિચલીત થતાં થોકબંધ કર્મ બંધાય છે. જ્ઞાની ભગવંત જગતને દુશમન નથી માનતા, કર્મને જ દુશ્મન માને છે. માજી કહે છે મારા ઘરમાં મને ઘડીનુંય સુખ નથી કારણ કે દીકરો અને વહુ બરાબર નથી. કર્મો બરાબર હોય તો બધું જ બરાબર. મૂળ વાંક કોનો ? કર્મોનો... - એક બેન પોતાના દીકરાને તાવ આવતા દવાખાને દવા લેવા ગયા. ડૉકટરે બાળકને ઇંજેકશન આપ્યું. બાળક ત્રણ કલાકમાં મરી ગયો. આજુબાજુવાળા પડોશી ડૉકટર પાસે જઈ ધમાલ કરવા લાગ્યા. ગમે તેમ બોલવા લાગ્યા. પેલા બેને બધાજ પડોશીઓને અટકાવતા કહ્યું, “બાળક કંઈ ઈજંકશનથી નથી મર્યો, આયુષ્ય જ અલ્પ હતું.” આવા અવસરે મનને સમજ આપી સમભાવમાં રહેવું સાધુ માટે પણ કઠિન છે. બાળકના મરણમાં આયુષ્ય જ અલ્પ હતું તો ડૉકટર શું કરે ? તત્વદૃષ્ટિનો ઉઘાડ થાય છે ત્યારે વિચારો પલટાઈ જાય છે. - એક સાથે સુલસાના ૩૨ પુત્રોના મરણ થયા છે છતાં સુલતાની સ્વસ્થતા કેવી ગજબની છે. તત્વદષ્ટિ નથી ઉઘડતી ત્યાં સ્થાન ઊંચું હોવા છતાં ધ્યાન નીચું રહે છે. તત્વદષ્ટિના ઉઘાડવારો જીવ સંસારી છતાં સાધુ જેવો છે. રાગ-દ્વેષ એને સ્પર્શતા નથી. અવિરતિના ઘોર પાપો ચાલુ હોવાથી સાધુ ન કહી શકાય. જ્યારે પણ નાટકમાં સાધુ-સાધ્વીજીના વેશ ધારણ કરીને નાટક ન ભજવવા. એકવાર વેષ પહેર્યો પછી ન ઉતરે. ભવાઈયાએ ઉદયનમંત્રી માટે સાધુનો વેશ લીધો તો એ નટ ભવાઈયાએ વેશ ન ઉતાર્યો. આ પરમાત્માના પવિત્ર વેશ માટે કયારેય પણ નીચું ન બોલવું. મયણાના જીવનમાં તત્વદષ્ટિનો કેવો ઉઘાડ હતો? વર્તમાન જીવનમાં સ્નેહદૃષ્ટિનો પ્રથમ ઉઘાડ થશે તો પણ કામ થઈ જશે. ઘરના કલેશો દૂર થઈ જશે. ભેગા રહીને આનંદ મેળવવો એનું નામ સ્નેહ દષ્ટિ એકલા રહીને આનંદ મેળવવું એનું નામ તત્વદેષ્ટિ, એકાંતમાં યોગીને તો રામ મળવાના. જયારે ભોગીને તો એકાંતમાં કામ જડવાનો. તત્વદૃષ્ટિના ઉઘાડ વિના એકાંત કે અનેકાંત બન્ને નકામાં. કામ કરી શકાય છiા દાદા કાકા
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy