SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ એને મળતા એ કેટલો આનંદિત થાય છે. માતાને પોતાનો ખોવાઈ ગયેલો દીકરો મળે ત્યારે કેટલો આનંદ થાય છે એ અનુભવની વાત છે. સમતામાં રહે તે સુખી. વિષમમાં રહે તે દુઃખી. પરમતત્ત્વની અંદર અનુસંધાન કરવું એટલે સમરસમાં ડૂબવું. રાગદ્વેષરૂપી ભોરિંગ સર્પોમાં કાતિલ દંશનો ઝેર એને જ ચડી શકે છે જે સમતારસથી ભીંજાયો નથી. જયારે સમભાવનું પૂર આવે છે ત્યારે કાંઠે રહેલા વિષય-વિકારના ઝાડવાઓ ઉખેડીને તણાઈ જાય છે. નિમિત્તની અંદર ચિત્ત-વિચિત્ત ન થાય તો કર્મબંધનો અવકાશ રહેતો નથી. નિમિત્તો તો બધા માટે આવશે. સૂર્ય તો પોતાના નિયમ પ્રમાણે ઉદય પામે છે. આંધળાને ન દેખાય એમાં સૂર્યનો શું દોષ? નિમિત્તની અંદર સમભાવનું પાલન કરતો આત્મા સ્થિર રહે છે. નિમિત્ત સામે જે અણનમ અને અડોલ રહે છે ત્યારે આવી પડેલા વાસનાના તોફાનો સ્વયં શાંત થઈ જાય છે. ચિત્તની વૃત્તિઓ સમ-વિષમના પ્રસંગે શાંત રાખવી તેનું જ નામ ન સમભાવ. જ્ઞાનરૂપી ગજસેના અને ધ્યાનરૂપી અશ્વસેના જેના આંગણે ૨મે છે તે યોગીને જગતના કોઈ દુ:ખ સ્પર્શી શકતા નથી. ડોકટરોની દુનિયામાં કહેવાય છે કે માણસ રોગી કયારે બને છે? જયારે શરીરની પ્રકૃતિ વિષમ બને છે ત્યારે માણસ રોગી બને છે. જ્ઞાની ભગવંતો કહે છે કે વૃત્તિઓ જયારે વિષમ બને છે ત્યારે આત્મા રોગી બને છે. પ્રકૃતિની વિષમતાથી રોગી બનાય પણ વૃત્તિની વિષમતા વચ્ચે સમભાવને ધારણ કરવાથી જીવનનો આનંદ વધુ વિલસે છે. પાર્શ્વનાથ પ્રભુ પાસે કમઠ આવ્યો અને ધરણેન્દ્ર પણ આવ્યો. પ્રભુ પાસે બન્ને સરખા. કોઈ અનુકૂળ વર્તન કરે, કોઈ પ્રતિકૂળ વર્તન કરે. પ્રભુની દૃષ્ટિમાં કોઈ ભેદ નથી. સમભાવ જયા૨ે આત્મામાં પ્રગટ થાય છે ત્યારે જીવ માટે સુખ-દુ:ખ, માન-અપમાન બધું જ સરખું છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા.' સુખદુ:ખમાં, લાભાલાભમાં, જયપરાજયમાં જેની પ્રજ્ઞા સ્થિર રહે તેનું નામ સ્થિતપ્રજ્ઞ. મન સ્થિર નથી રહેતું માટે વિષમતા પ્રગટ થાય છે. આત્માની સ્થિતિને સમભાવમાં રાખવાથી મુક્તિની ઈમારત બંધાય છે. સાધુના આંતરિક આનંદને વ્યક્ત કરવા માટે ચલા-ચલ જગતમાં કોઈ ઉપમા પ્રાપ્ત થતી નથી. સમભાવ કેવો વિસ્તર્યો છે એનો એક દાખલો જોઈએ. એક મહાત્મા જીવડાઓને ફરીથી ચાંદામાં નાંખે છે. કોઈ શ્રાવકે પૂછ્યું. મહાત્માજી આ શું કરો છો? જીવનમાં કયારેય સ્વામિવાત્સલ્ય તો કર્યું નથી. તો આ જીવડાઓને આજે ખાવા દો. શબ્દો પણ અલૌક્કિ હોય છે. મહાત્માઓ ૨૧૯ ·
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy