SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ડૂબવાની હતી તે એનાથી પહેલા જ ડૂબી ગઈ. આપણે અહીં રાગ-દ્વેષના કાણાં પાડીશું તો ડૂબી જશું. કોઈની ઉપર રાગ-દ્વેષ ન રાખો. નાનીનાની વાતોમાં આપણે ગરમ થઈ જશું તો પછી કરમ આપણી શરમ નહીં રાખે. ક્રોધાદિ બધા દોષો વિભાવ છે, વિરૂપ છે. પરમાત્માની કૃપાથી સ્વરૂપમાં જવું છે જે જ્ઞાનથી આત્મસ્વરૂપની ઝંખના જાગે તે જ્ઞાન આપણા માટે શ્રેષ્ઠ છે. સ્વરૂપની ઝંખનાથી ખુમારી જાગે છે. પણ જે દિવસથી આત્મપ્રશંસાની ભૂખ જાગી તે દિવસથી દીનતા આવતી જશે. સાચો શ્રીમંત કોણ? હાથમાં લીધેલા કોળિયા સિવાય પ્રભુ પાસે કોઈનોય આભાર માનવાની જરૂરત જેને ન હોય એ જ દુનિયાનો સાચો શ્રીમંત. પરમાત્માની કૃપાથી કયારેક આનંદધનજી જેવા નિસ્પૃહી આત્માનો ધરતી પર જન્મ થાય છે. એકવાર રાજા-રાણી આનંદધનજી પાસે આવી સંતાનપ્રાપ્તિની કૃપા કરવા આગ્રહ કરે છે. રાજાના ખૂબ આગ્રહથી આનંદધનજીએ એક ચીઠ્ઠી રાજાને આપી. રાણીએ એ ચીઠ્ઠી પોતાના માદળીયામાં સાચવી રાખી. યોગાનુયોગ ૯ મહિના બાદ રાજાએ ઘેર પુત્રરત્નનો જન્મ થાય છે. પાત્ર-પદાર્થની ઝંખનાથી આજે તેઓ દેવ-ગુરુના ભક્ત બને છે. તે ખરા અર્થમાં ભક્ત નથી. નિસ્વાર્થી તત્ત્વોની અંદર તમે તમારું સ્વાર્થનું ઝેર ન લાવતા. રાજારાણી આનંદધનજી પાસે આવીને કહે છે તમે અમારા પર ઘણો ઉપકાર કર્યો. મારું સપનું સાકાર થયું. ત્યારે સરળ સ્વભાવી આનંદધનજી કહે માદળીયું ખોલી એમાં રહેલી ચીઠ્ઠી વાંચો. રાજાએ ચીઠ્ઠી વાંચી તો એમાં લખેલું હતું, રાજાને ઘેર દીકરો થાય કે ન થાય એમાં આનંદધનને શું? પ્રચંડ ખુમારી હતી. નાનું મોટું કોઈપણ કાર્ય કર્તુત્વભાવથી ન કરો. પ્રશંસાની ભૂખ એ જ મોટું દુઃખ છે. પેટની ભૂખ તો સંતોષાય પણ પ્રશંસાની ભૂખ સંતોષાતી નથી. આપણું ધ્યાન સ્વરૂપની સાધના તરફ રાખવાનું છે. મારા સ્વરૂપનું મને ભાન થાઓ એવી રટણા લાગવી જોઈએ. લગની કોનું નામ? ન્યોછાવર થઈ જવાય. ઊંઘ હરામ થઈ જાય એનું નામ લગની. બસ આવી જ લગની સ્વરૂપની શોધ માટે રાખવાની છે. એમાંથી જ બોધ મળશે. વિભાવમાં તો અનંતકાળ પસાર કર્યો હવે સ્વરૂપની ખોજમાં ખોવાઈ જવા જેવું છે. ઝંખના એની તીવ્ર બનવી જોઈએ. નમ્રતા, સરળતા, સદ્ભયતા, દાક્ષિણ્યતા, કોમળતા આદિ ગુણો બધા સ્વરૂપની પ્રાપ્તિના પગથિયા છે. = • ૧૯૯ • =
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy