SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માએ એ ભાઈને પૂછયું કે ગુજરી ગયા એ તમારા મિત્ર થતા હશે ને? ત્યારે એ ભાઈ કહે જે ગુજરી ગયો એ મારો દીકરો હતો. મહારાજ કહે છે મારે પૂછવું નહોતું જોઈતું...ભાઈ કહે ગુરુદેવ મારી આંખ રડતી નથી પણ હૈયું હજાર ધારાઓથી રડી રહ્યું છે. ત્યારે મારી આંખો ભીની થઈ જાય તો આ ઘરના સભ્યોને આશ્વાસન આપશે કોણ? પોતાનું દુઃખ જે પચાવે છે એ બીજાના દુ:ખ હળવા કરી શકે છે. પેલો કસાઈ પોતાની જાતને ધિક્કારે છે. પોતાની ભૂલ જયારે સમજાય છે ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. પેલો કસાઈ ચિંતનના ઘરમાં ખોવાઈ ગયો છે. એકાદ કલાક પસાર થઈ ગયો. ખાટકી વિચાર કરે છે. હજારો જીવોને ત્રાસ આપનાર મારું શું થશે. ધ્યાનમાં મસ્ત બન્યા. એ પશ્ચાતાપથી અંતર ભીનું ભીનું બની ગયું. જતાં બે કલાકમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ કસાઈના જીવને થઈ ગઈ. જયારે ગુરુ-શિષ્ય પાછા વળ્યા ત્યારે સત્ય વાતની જાણ થઈ. તેથી જીવો સાથે સંબંધ બાંધતા ભવિષ્યની દષ્ટિ રાખો. વર્તમાનદષ્ટિ ન રાખો. ભવિષ્યમાં અહીં બેઠેલા તમામ આત્માઓ પરમાત્મા બનવાના છે. પરમાત્મા મહાવીરે પણ પોતાની ઉપર ઉપસર્ગો વરસાવનાર જીવો પ્રત્યે પણ ભવિષ્યદષ્ટિ રાખીને કરૂણા જ વરસાવી હતી. કોઈપણ જીવની વર્તમાન આચરણો જોઈને રાગ-દ્વેષ કરતા નહીં. પ્રભુના શાસનના પ્રભાવે તરવું સહજ છે. તેમાં બેદરકારી દાખવી તો ડુબવું પણ સહજ છે. નાવમાં બેસનારા બધા તરી જ જાય છે એવું થોડું છે. બે સરદારજી નાવમાં બેઠા હતા. એક કિનારેથી બીજે કિનારે એમને જવું હતું. નાવ વચમાં પહોંચી ત્યારે નાવની અંદર પાણી આવી ગયું. સરદારજીએ જોયું તો નાવની અંદર કાણું હતું. નાના સરદારજી મોટા સરદારજીને કહે આ રીતે નાવમાં પાણી ભરાશે તો ડૂબી જશું. મોટા સરદારજી કહે છે હમણા બધું વ્યવસ્થિત કરી આપું છું. કોઈક કવિએ કહ્યું છે, અમીરી દિલસે હોતી હૈ ધન સે નહિ, બુઝુર્ગ અકલસે આતી હૈ ઉગ્રસે નહિ. પાકીટમાંથી એક ખીલો કાઢ્યો અને જે કાણાંમાંથી પાણી આવતું હતું તેની બાજુમાં એક બીજું કાણું પાડ્યું. બીજો સરદાર કહે છે અરે! આ શું કર્યું? એક કાણાંમાંથી નાવમાં પાણી આવતું હતું. તો બીજો કાણો કરી દીધો. હવે એ કાણામાંથી પાણી ચાલ્યું જશે. જે નાવ અડધા કલાક પછી • ૧૯૮ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy