SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ યાદ કરે છે. આ બીરબલને સારી સમજણ આપજો એવી પ્રાર્થના અકબર કરે છે. દરેક પ્રોબ્લેમમાં પણ જેની પ્રસન્નતા ટકી રહે તે ધર્મી. જ્ઞાનીઓ કહે છે કર્મની બાજી જ એવી છે. રાજી-નારાજી તો થવાની જ છે. તેથી હે જીવ! રાજી-નારાજી કયાં સિવાય પાપની તારાજી થઈ જાય એવા ધર્મધ્યાનમાં લાગી જા. આ બાજુ અકબર વિચારે છે કે બીરબલ બુદ્ધિથી કાંઈ અવળું ન કરે તો સારું. બીરબલ કહે છે રાજન, તમે અત્તરના ખાડામાં પડ્યા ને હું વિષ્ટાના ખાડામાં પડ્યો આટલું તો સપનું તમારું ને મારું સરખું રહ્યું પણ બાદશાહ જવા દો સપનાની વાત જ ન્યારી હોય છે. બાદશાહ કહે છે બીરબલ જણાવી દે પછી શું થયું? બિરબલ કહે છે આપણે બન્ને પોતપોતાના ખાડામાંથી બહાર નીકળ્યા. એકબીજાને એકબીજા પર સ્નેહ ઉભરાયો. તમે મને ચાટવા લાગ્યા હું તમને ચાટવા લાગ્યો. બીરબલની આ વાત સાંભળી રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બીરબલ કહે છે જહાંપનાહ! યહ તો સપનોની દુનિયા હોતી હૈ. હવે આ બેમાંથી હસવાપાત્ર કોણ? આખરે શ્રેષ્ઠતા કોને ફાળે ગઈ? આજે અહીંથી ઉઠતા પહેલા સમજી જાઓ. આ સંસારમાં જ્ઞાની-અજ્ઞાની શું ચાટે છે? આપણને સ્થાન અને સમય તો શ્રેષ્ઠ મળ્યા છે. હવે સાચી સમજણ કેળવી લો તો બેડો પાર થઈ જશે. સ્થાન નીચું હોય તો ચલાવી લેજો પરંતુ ધ્યાન તો ઊચુ જ રાખજો. વાંકુ પણ જ્ઞાન મોક્ષમાર્ગનું ચિંતન કરાવે તો શ્રેષ્ઠ જ્ઞાન છે. જ્ઞાન કેટલું ભણ્યા એ મહત્વનું નથી. જ્ઞાનવરણીયના ક્ષયોપશમથી કોઈ ૫-૧૦-૨૫-૫૦ ગાથા ગોખી લે પણ એનાથી નિર્વાણ પદ પ્રાપ્ત થતું નથી. જે જ્ઞાન મોહનીય કર્મનો ક્ષય કરાવે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. કારણકે મોહનીય કર્મના ક્ષયથી જ આત્માનું કલ્યાણ થઈ જાય છે. એક પદનું પણ ચિંતન થઈ જાય તો કામ થઈ જાય. આપણી પ્રવૃત્તિ હંસ જેવી બને અને હંસ જેવા આપણે બનીએ. અંતે આંતરિક પદાર્થ તરફથી ઉઠીને પ્રભુ તરફ આપણું આકર્ષણ વધારીએ. પદાર્થ, પાત્ર, વ્યક્તિ, પ્રસંગ આ બધામાંથી બોધ પ્રાપ્ત કરી શોધ કરી સાચી સમજણ કેળવીએ.. • ૧૯૧ ૦
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy