SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આવો સુંદર તાજમહેલ બનાવ્યો. પ્રેમના અમર પ્રતિક તરીકે તાજમહેલ બનાવનાર શિલ્પીના હાથમાં ગજબની કમાલ છે. કેટલું સુંદર એણે બનાવ્યું. જાણે ધવલ આરસની અદૂભૂત ઈમારત! તાજમહેલ પાસેથી એક સંત પસાર થાય છે એ વિચારે છે એક સ્ત્રી ચાલી ગઈ એની પાછળ રાજાએ આ તાજમહેલ બનાવ્યો. આનું નામ મોહ! રાગ કેટલો ભયંકર છે! રે રાગ! આ બધા તારા તોફાન છે. તાજમહેલ તો એનો એ જ હતો. ફરક કયાં પડ્યો? જ્ઞાની આત્મા અધર્મના સ્થાને પણ સંવર ધર્મ આચરી શકે છે અને કેટલાક ધર્મના સ્થાનમાં પણ સંવરને બદલે આશ્રવ અપનાવે છે. શંખેશ્વરમાં કે શત્રુંજયમાં પૂજાની થાળીમાં પણ ધમાલ થઈ જાય છે. નાના સ્ટેશન પર ગાડી અટકી જાય છે માટે લક્ષ સુધી પહોંચાતું નથી. તીર્થોમાં કે જિનાલયોમાં જયાં કર્મ ખપાવવાના હતા ત્યાં નવા કર્મોને આવકાર્યા. હે જીવ! તારું કોઈ પણ સ્થાનની અંદર ધ્યાન ન બગડવું જોઈએ. તમારું ધ્યાન શ્રેષ્ઠ કક્ષાનું રાખો. શ્રાવકજીવનમાં ખુમારી અને ખમીર તો હોવું જ જોઈએ. ખુમારીની અંદર નિર્માલ્ય ન બનો. પરમાત્માનું શાસન પામ્યા પછી ખુમારી-ખમીરી અને અંતરની અમીરી જો ઓછી થાય તો તેના જેવી ગરીબી બીજી કોઈ નથી. ભલે બેઠા હોઈએ તળેટીમાં પણ અરમાનો તો શિખરને અડે એવા ઊચા જ હોવા જોઈએ. બધા દરબારીઓ હસતા હસતા કહે છે ખરેખર! રાજાએ સુંદર સપનું જોયું. બીરબલની વિઝાની વાત સાંભળી બધા જ હસવા લાગ્યા. ખુશામતખોરો તે આનું નામ! ખુશામતીયા જેટલું નુકશાન કરે એટલું તો દુશ્મનો પણ નથી કરતા. ખુશામતખોરો સામી છાતીએ આવે છે અને પીઠ પાછળ ઘા કરે છે. ખુશામતખોરો અને ખીસ્સાકાતરુ વચ્ચે ખાસ ફરક નથી. એક ગજવું ખાલી કરે છે બીજો માણસને ખાલી કરે છે. અકબર રાજા ફૂલ્યો નથી સમાતો. એ વિચારે છે કે આજે બીરબલને બરાબરનો ઉલ્લુ બનાવ્યો. બુદ્ધિશાળી માણસના જવાબની સૌને ઉત્કંઠા હોય છે. બધાની નજર બીરબલના મોઢા તરફ છે. રાજાનું સપનું સાંભળી બીરબલે કહ્યું, જહાંપનાહ કયાં કહું? મેં પણ તમારા જેવું જ સપનું જોયું. બીરબલની વાત સાંભળી બધા હસવા લાગ્યા. બીરબલ કહે છે રાજાજી, તમારા સપનાથી મારું સપનું જરાક મોટું હતું. તમારા સપનાથી મારું સપનું જરાક આગળ ચાલ્યું. અકબરના ચાર કાન થઈ ગયા. રાજા વિચારે છે કે બીરબલ નક્કી કંઈક ગરબડ કરશે. મેચની અંદર પણ છેલ્લો દાવ ઘણો નિર્ણાયક પુરવાર થતો હોય છે. અકબર ભગવાનને યાદ કરે છે. સમય આવે ત્યારે બધા ભગવાનને
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy