SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કરો. જોયું તો કુંડમાં એક મરેલું કુતરું હતું. હોજમાંથી કુતરું બહાર કાઢયા વિના દુર્ગંધ જાય નહીં. કુતરું અંદર પડ્યુ હશે અને ૧૦૦ ની ૧૦૦૦ બાલ્દી પાણી બહાર ઢોળી દઈશું તો પણ આપણી દુર્ગંધ ટળવાની નથી. આપણા અંતરના શલ્ય દૂર કરીને માનસિક શુદ્ધિ મેળવવી અતિ આવશ્યક છે. શારિરીક શુદ્ધિનું લક્ષ આજ સુધી જાળવ્યું પણ એટલું લક્ષ માનસિક શુદ્ધિ તરફ આ જીવે નથી આપ્યું. ગુજરાતના એક કવિએ સરસ ગાયું છે કે, અંતરકે આયનેકી જબ સફાઈ હો જાયેગી, બાદશાહી તો કયાં ખુદ ખુદાઈ મિલ જાયેગી. ક્રિયાઓ કરતા થોડું પાણી ઓછું થશે પણ દુર્ગંધ દૂર નહીં થાય. મારે રાગદ્વેષ દૂર કરવા છે. મોહજનિત અસ્થિરતા દૂર કરવી છે. આપણું મન અસ્થિર છે. મનને સ્થિર કરવા જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યના કોઈપણ એક માર્ગમાં ચાલ્યા જાઓ. શ્રેષ્ઠ માર્ગ પરમાત્મ ભક્તિનો છે. દોડતું મન આપણા કંટ્રોલમાં આવશે. મન જયાં સુધી આપણા હાથમાં નહીં આવે ત્યાં સુધી સરવાળો નહીં આવે. જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય દ્વારા ચંચળ મનને પણ નિશ્ચલ કરી શકાય છે. પંડિત મંડનમિશ્ર ગ્રંથનું સર્જન કરી રહ્યા છે. ગ્રંથસર્જનમાં મગ્ન બનેલા પંડિત મિશ્રના ૧૬ વર્ષ પસાર થયા ત્યારે ગ્રંથ પૂર્ણ થયો. ગ્રંથયાત્રા સમાપ્ત થઈ હવે આ ગ્રંથને શું નામ આપવું એની વિચારધારામાં પંડિતજી ખોવાયેલા હતા. સમી સાંજે એક સ્ત્રી આવી બૂઝાયેલા દીવાની અંદર તેલ પૂરે છે. કોણ છો તમે? મારી રૂમમાં તમે કેમ દાખલ થયા? હું આપની અર્ધાંગના. મારા ધર્મપત્ની છો તમે? શું મારા લગ્ન થયેલા? આજથી ૧૬ વર્ષ પહેલા તમારી સાથે લગ્ન કરી આ ઘરમાં આવી છું. પંડિત મંડનમિશ્ર કહે છે, તમારું નામ શું? મારું નામ ભામતિ. હે ભામતિ! મારા ગ્રંથમાં સહાયક બનવાનો સૌથી મોટો ફાળો તારો છે. આ ગ્રંથને શું નામ આપવું એ વિચારતો હતો. આ ગ્રંથ ‘ભામતિ’ તારા નામથી અમર બનશે. મગ્નતા કોની વધારે? તારી કે મારી? જ્ઞાનમાં હું ઉંડો ઉતર્યો. તું એક ધર્મપત્નિ તરીકે મારી ભક્તિમાં મસ્ત બની. ૧૬ વર્ષ પસાર કર્યા. રાજા રામની પાછળ સીતા જંગલમાં ચાલી નીકળેલા. લંકા જીતીને રામજી પાછા આયોધ્યા આવે છે ત્યારે લક્ષ્મણ-ભરત બધાને રામ ભેટ આપે છે. લંકાવિજ્યમાં જેનો મોટો ફાળો હતો એવા હનુમાનજીને બોલાવ્યા. તમારી સહાયથી જ લંકા જીતી શક્યા. હનુમાનજી તમારું મન તૈયાર થાય એ જગ્યા બતાવો. એ જગ્યા હું તમને આપી દઉં. રામજીની આજ્ઞા થતા હનુમાનજી એક ખૂણામાં બેસી રડવા લાગ્યા. લક્ષ્મણ વિચારે છે કે હનુમાન કેમ રડે છે. રામને બોલાવે છે. રામ કહે છે તમને આપેલું શું ઓછું લાગ્યું? ના. તો તમે આનંદના અવસરે રડો • ૧૦૩ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy